ડીસામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના આવી સામે : બે શખ્સો ની અટકાયત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-30 15:03:32
  • Views : 448
  • Modified Date : 2022-08-30 15:03:32

ડીસામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના આવી સામે :  બે શખ્સો ની અટકાયત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી

 

 બનાસકાંઠા માં ડીસા પાસે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી  તેના ભાઈ અને માતાને વશમાં કરી ધર્મ પરિવર્તન કરાવવાની ચકચારી ઘટના  સામે આવી છે.પરિવારનું ધર્મ પરિવર્તન પરિવર્તન કરાવતા પિતાએ આત્મહત્યા કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જે મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી સહિત બે શખ્સો ની અટકાયત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે

 

સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા આ બનાવની વિગત  એવી છે કે,ડીસા ના રસાણા ખાતે આવેલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી એજાજ શેખ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી તે બાદ એજાજ યુવતી ના ઘરે આવવા લાગ્યો હતો અને યુવતીની માતા  અને ભાઈને કોઈપણ રીતે વશમાં કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. એ બાદ પરિવારનો વિરોધ હોવાથી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા યુવતી સહિત ત્રણેય લોકોએ પરિવાર થી અલગ રહેવાનું જણાવ્યું હતું અને બાદમાં એજાજ શેખ આ ત્રણેય ને ઇકો કારમાં લઈને ચાલ્યો ગયો હતો. તે બાદ યુવતી ના પિતા અવારનવાર એજાજને તેનો પરિવાર પાછો સોંપી દેવાની વિનંતી કરતા હતા પરંતુ એજાજે તેમને પરિવાર પાછો જોઈતો હોય તો 25 લાખ રૂપિયા ની ખંડણી માગી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો. વારંવાર ધર્મ પરિવર્તનની વાત સાંભળી કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કોશિશ કરી હતી.બનાવ ને પગલે પિતા ના પરિવારજનોએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા અને

પાલનપુર પૂર્વ પોલીસે એજાજ શેખ મુસ્તુફા શેખ,  આલમ શેખ ,સત્તર હાજી અને સોહીલ શેખ સામે ફરિયાદ નોધી હતી. . . .  .

 

ફરિયાદ ને પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી અને આ કેસના મુખ્ય આરોપી એજાજ શેખ અને સત્તાર હાજી ની ધરપકડ કરી છે તેમજ   ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે . . . .

 

Download Our B K News Today App



Related News