ડીસામાં બિનવારસી લાશની હિન્દુ યુવાસંગઠન દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:50:44
  • Views : 382
  • Modified Date : 2022-09-05 17:50:44

 ડીસા ખાતે કાર્યરત હિન્દુ યુવા સંગઠન ટીમ છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીઓ કાર્યો કરી રહી છે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને તેમની ટીમ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ અને નાના બાળકોને છેલ્લા ઘણા સમયથી અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેની સાથો સાથ હવે હિન્દુ યુવા સંગઠનની ટીમ દ્વારા કોઈપણ વ્યક્તિની આગળ પાછળ કોઈ ન હોય તેવા વ્યક્તિઓના અગ્નિસંસ્કાર કરવાની શરૂઆત કરી છે જેમાં ડીસાના રાજમંદિર સર્કલ પાસે કોઈ અજાણ્યા યુવકની બિનવારસી હાલતમાં લાશ પડી હોવાની આજુબાજુના લોકોને જાણ થઈ હતી. જે બાદ સમગ્ર ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં પોલીસે લાશનો કબજો મેળવી બિનવારસી લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તપાસ કરતા તેના પરિવારનો કોઈ જ અત્તોપત્તો લાગ્યો ન હતો જેથી ડીસા દક્ષિણ પોલીસે આ અંગેની જાણ સેવાભાવી સંસ્થા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની ને કરી હતી જેથી નીતિનભાઈ સોની તાત્કાલિક પોલીસને સાથે રાખી આ બિનવારસી લાશને ડીસાની સ્મશાન ભૂમિ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં હિંદુ શાસ્ત્રો વિધિ પ્રમાણે લાશના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આ અંગે હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે આવા કોઈ પણ પ્રસંગે કોઈપણ વ્યક્તિની આગળ પાછળ કોઈ ન હોય અને તેને અગ્નિસંસ્કાર માટે જરૂર પડે તો તાત્કાલિક હિન્દુ યુવા સંગઠનનો ટીમનો સંપર્ક કરવો અને આવા કાર્યમાં અન્ય લોકો પણ જોડાઈને  આવા સેવાકીય કાર્ય કરે તો અન્ય જરૂરિયાત લોકોની સેવા થઈ શકે તેમ છે.

Download Our B K News Today App



Related News