ડીસા માં નાયબ કલેકટર અને તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-20 12:42:43
  • Views : 353
  • Modified Date : 2022-08-20 12:42:43


ડીસા માં નાયબ કલેકટર અને તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે. તેઓ પરિવાર સાથે હોમ કોરોન્ટાઇન થયા છે. લાંબા સમય બાદ ફરી એકવાર કોરોના માથું ઉચકતા કોરોના અસરગ્રસ્ત નાયબ કલેક્ટરે લોકોને સચેત રહેવા અપીલ કરી છે

 

સમગ્ર દુનિયા માં હાહાકાર મચાવનાર કોરોના કેશો માં છેલ્લા એક વર્ષ થી સતત ઘટાડો નોંધાયા બાદ કોરોના વાયરસ ફરીવાર ધીરે ધીરે માથું ઊંચકી રહ્યું હોય તેમ છે અને જયારે લોકો કોરોના અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ને ભૂલી ગયાં છે ત્યારે કોરોના બનાસકાંઠા ના ડીસા માં પણ દસ્તક દીધી છે. ડીસા ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેકટર યુ એસ શુક્લ એક અઠવાડિયા થી રજા પર હતા. ડીસા માં ભારે વરસાદ ના પગલે પ્રાંત અધિકારી તરીકે પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી પરિવાર સહિત રજા પર થી પરત ડીસા આવી ગયા હતા. પરંતુ તેમને તાવ, શરદી, ઉધરસ, અશક્તિ હોઈ કોરોના વાયરસ ના લક્ષણો જણાઈ આવતા સિવિલ હોસ્પિટલ માં રિપોર્ટ કરાવતા તેઓ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પરિવારમાં તેમની પત્ની સહિત બન્ને બાળકો માં પણ તાવ શરદી જેવા લક્ષણો જણાઈ આવતા તમામે કોરોના ટેસ્ટ કરાવતા તમામ ને પણ કોરોના પોસેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી સમગ્ર પરિવાર અત્યારે હોમ કોરોન્ટાઇન થયો છે.કોરોના ની અસર હોવા છતાં પણ એક કર્તવ્ય નિષ્ઠ અધિકારી તરીકે પ્રાંત અધિકારી હાલ ની વરસાદ ની સ્થિતિ અને દાંતીવાડા ડેમ ની વધતી સપાટી ઉપર નજર રાખી રહ્યા છે અને રાહત બચાવ ની કામગીરી નું સંકલન કરી રહ્યા છે જરૂરી  લાગે ત્યાં સુચના પણ આપી કામ કરી રહ્યા છે તેમજ ડીસા વાસીઓ  ને કોઈ તકલીફ ના પડે તે બાબત ઉપર  પૂરતું ધ્યાન આપી રહ્યા છે. . . .

Download Our B K News Today App



Related News