ડીસામાં આડા સંબંધનો વહેમ રાખી પત્ની પર ચપ્પું લઈ ફરી વળ્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 12:01:11
  • Views : 5638
  • Modified Date : 2022-09-19 12:01:11


ડીસા માં આડા સંબંધો નો વહેમ રાખી પતિએ પત્નીનું ચપ્પા વડે ગળું કાપી હત્યા કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે રૂમની બહાર બેઠેલા પિયરીયાઓ અને સાસરિયાઓએ દરવાજો તોડી યુવતીને બચાવી હતી અને લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી

 

ડીસાના કૈલાશ નગર માં રહેતા વિજય સુથારે એક વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્ન બાદ તરત જ વિજયે તેની પત્નીના કોઈ સાથે આડા સબંધ હોવાની શંકા રાખી શારીરિક, માનસિક ત્રાસ આપતો હતો. જોકે તેમની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ સાટા પદ્ધતિ માં લગ્ન કર્યા હોવાથી તેઓ છુટાછેડા લઈ શક્યા નહોતા અને ગઈકાલે તેમના પિયારીયાઓ જમાઈ ને સમજાવવા માટે ડીસા આવ્યા હતા તે દરમિયાન તેમની પત્ની રૂમમાં એકલી હતી તે સમય તેના પતિએ રૂમનો દરવાજો બંધ કરી અચાનક તેની પત્ની ના ગળાના ભાગે ચપ્પા ઘા મારી હત્યા કરવાની કોશિશ કરી હતી. બચવા માટે તેની પત્નીએ બૂમાબૂમ કરી તેના પતિના હાથમાંથી ચપ્પુ પડાવી લેવાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે રૂમની બહાર બેઠેલા તેમના પિયરિયાઓ અને સાસરિયાઓએ દરવાજો તોડી યુવતીને બચાવી હતી.જ્યારે હુમલો કરનાર વિજય રૂમની પાછળ ની બારીમાંથી નાસી ગયો હતો, લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે તાત્કાલિક ડીસા ની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે હત્યાની કોશિશ કરનાર પતિ સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News