ડીસામાં એક વેપારી સાથે પડોશી એ બટાકા ની ખરીદી કર્યા બાદ પૈસા ન આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-20 12:47:11
  • Views : 3990
  • Modified Date : 2022-08-20 12:47:11


ડીસામાં એક વેપારી સાથે પડોશી એ બટાકા ની ખરીદી કર્યા બાદ પૈસા ન આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મામલે પડોશી સામે 1.68 લાખ રૂપિયા ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ કરે છે

 

ડીસા ના રત્નાકર સોસાયટી ખાતે રહેતા સુભાસભાઈ ઠકકર ગાંધીચોક ખાતે પશુઆહાર ની દુકાન ધરાવે છે જોકે આઠેક માસ અગાઉ તેમની સોસાયટી માં રહેતા પાડોશી જીતુભાઇ ઠકકરના પરિચય માં આવેલ અને તેમને સુભાસભાઈએ ચાલુ સિઝન માં બટાકા ધંધા માં રોકાણ કરવા માટે વાત કરી હતી. જેથી સારો નફો મળવાની આશાએ સુભાસભાઈ એ ચાલુ સિઝન માં અલગ અલગ ખેડૂતો પાસેથી 400 બટાકા ના કટા ની ખરીદી કરી વાસડા ખાતે આવેલા ગુરૂકૃપા સ્ટોર માં મુક્યા હતા. તે દરમિયાન જીતુભાઇ ના કહેવાથી સુભાસભાઈએ ગુરુકૃપા કોલ્ડ સ્ટોરેજ ના મુકેલા પુખરાજ બટાકા ના 217 કટા રાજકોટ ખાતે ભરાવ્યા હતા. જે બાદ સુભાસભાઈ એ એક માસ ના વાયદા બાદ આ રૂપિયા ની જીતુભાઇ પાસે ઉઘરાણી કરી હતી.અને સાંજે પેમેન્ટ આપું છું તેમ કહ્યા બાદ બીજા દિવસ થી જીતુભાઇ નો મોબાઈલ બંધ આવે છે અને ઉઘરાણી માટે તેમના ઘરે જતા ત્યાં પણ કોઈજ જવાબ મળેલ નહિ જેથી સુભાસભાઈ ને વિશ્વાસ માં લઇ 1.68 લાખ રૂપિયા ની કિંમત ના બટાકા બારોબાર વેચી મારી છેતરપિંડી આચરનાર પાડોશી જીતુભાઇ ઠકકર સાથે ડીસા તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે . . . .

Download Our B K News Today App



Related News