બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામમાં અત્યારે એક રસ્તો લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 11:28:18
  • Views : 322
  • Modified Date : 2022-07-13 11:28:18

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામમાં અત્યારે એક રસ્તો લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે.. આ રસ્તો પ્રાચીન સમયમાં જૂનાડીસાથી પાલનપુરને જોડતો મુખ્ય ગાડા માર્ગ હતો.. પરંતુ અત્યારે આ રસ્તાની હાલત જોતાં સરકારના વિકાસના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

 

તમે જોઈ રહ્યા છો તે માર્ગ નવાબ કાળ સમયે જૂનાડીસાથી પાલનપુર જવાનો મુખ્ય ગાડા માર્ગ હતો.. તે સમયે ડીસાની સ્થાપના થઈ નહોતી અને જૂનાડીસા જ એક માત્ર વેપારી મથક તરીકે ખ્યાતનામ હતું.. આ માર્ગ પરથી જ નવાબની શાહી સવારી પસાર થતી હતી.. સમય બદલાતો ગયો અને ભારતને આઝાદી મળી ગયા બાદ ભારતમાં લોકશાહી આવી.. અને દેશનો વિકાસ ઝડપી બનવા માંડ્યો... પરંતુ આ માર્ગની હાલત પહેલા જેવી હતી તેના કરતાં પણ ખરાબ થઈ ચૂકી છે.. અત્યારે આ માર્ગ એકદમ સાંકડો બની ગયો છે અને વરસાદ પડતાં જ આ માર્ગ પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર પર સીધી અસર જોવા મળી રહી છે. આ માર્ગની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં પણ આ માર્ગ ઢુવા ગામને રસાણા ગામથી જોડતો માર્ગ છે.. અને ઢુવાથી રસાણાનું આ માર્ગથી અંતર માત્ર ત્રણેક કિલોમીટર છે.. પરંતુ તેમ છતાં વરસાદના સમયે લોકોને ઢુવાથી ડીસા થઈને રસાણા જવા માટે દશથી બાર કિલોમીટરનું અંતર કાપવું પડી રહ્યું છે.. કારણ કે વરસાદના લીધે આ આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે.. આ માર્ગ પર લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. પરંતુ આ વિસ્તારના બાળકોને પણ શાળાએ જવા માટે આ એકમાત્ર માર્ગ છે.. અને વરસાદના લીધે આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી કાદવ ફેલાઈ ગયો છે.. ત્યારે શાળાએ જતાં બાળકો પણ કાદવમાથી પસાર થઈ રહ્યા છે. આ બાળકો શાળા જાય છે ત્યારે તેમણે આ એકમાત્ર માર્ગ પરથી મજબૂરીવશ પસાર થવું પડી રહ્યું છે.. કારણ કે શાળાએ જવા માટેનો બીજો કોઈ માર્ગ નથી.. દ્રશ્યોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ બાળકો કેટલા ગંદા પાણીમાથી પસાર થઈ રહ્યા છે.. આ માર્ગ પર અત્યારે માત્ર કાદવ જ જોવા મળી રહ્યું છે.. જ્યારે વધારે વરસાદ આવે છે ત્યારે તો આ આખો માર્ગ જ બંધ થઈ જતો હોવાથી બાળકો શાળાએ પણ જઇ શકતા નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો હોવાનું આ માસૂમ ભૂલકાં જણાવી રહ્યા છે.

 

 ઢુવા ગામના સરપંચ ડીસા તાલુકા ભાજપના પ્રમુખ છે. અને તાલુકા ભાજપ પ્રમુખના ગામની જ અત્યારે આ અવદશા જોવા મળી રહી છે.. આ અંગે સ્થાનિકો દ્વારા ડીસાના ધારાસભ્ય સમક્ષ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી ચૂકી છે.. ડીસાના ધારાસભ્યએ ગામમાં આવેલા રામાપીરના મંદિરમાં આ માર્ગ બનાવી આપવાના સોગંધ પણ લીધા હતા.. તે વાતને પણ વર્ષો વીતી ગયા છતાં આ માર્ગો બન્યો નથી.. અગાઉ વરસાદને લઈ આ માર્ગ બંધ થઈ જતાં ગામની એક પ્રસૂતા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને તે સમયે આ માર્ગ બંધ હોવાના લીધે તેને સારવાર માટે લઈ જવામાં ના આવતા તેનું મોત નીપજયું હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ગામના લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ પર મતોની રાજનીતિ રમવાના આરોપ લગાવ્યા છે... અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવશે તો તેના વિરુધ્ધમાં ગામમાં પોસ્ટર લગાવીને વિરોધ કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે..

 

ગુજરાતમાં અત્યારે ભાજપ દ્વારા સરકારના વીસ વર્ષ પૂરા થતાં વંદે વિકાસ યાત્રા શરૂ કરવામાં આવી છે અને આ યાત્રામાં ભાજપના શાસનના ૨૦ વર્ષના વિકાસ કાર્યોના હિસાબો રજૂ કરવામાં આવી રહ્યા છે.. ત્યારે ભાજપની આ યાત્રાના દાવામાં કેટલી સત્યતા છે તે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે.

Download Our B K News Today App



Related News