સિદ્ધપુરના ધુમ્મડ ગામે માતાને પુત્રએ ઘરમાંથી કાઢી મુકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:31:24
  • Views : 374
  • Modified Date : 2021-07-31 12:31:24

     સંસારમાં માતાનું સ્થાન કોણ લઈ શકે ? આ પ્રશ્નનો જવાબ કદાચ ભગવાન જ આપી શકે પરંતુ અમુક કપાતર પુત્રો માતાની મમતાને ઘોળીને પી ગયા હોય તેમને આ વાક્ય લાગુ પડતી નથી. ત્યારે સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે એક અત્યંત કરુણાજનક બનાવમાં કળિયુગી કપાતર પુત્રએ મકાન અને ખેતર પચાવી પાડવાના બદ ઈરાદાથી પોતાની વિધવા માતાને માર મારી તગેડી મુકતાં સમાજમાં ફિટકારની લાગણી વરસી રહી છે. વૃદ્ધ માતાના તેના પુત્ર અને પૌત્રએ કાઢી મુકતાં અત્યારે વૃદ્ધા ન્યાય માટે કાકોશી પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. અત્યારે પોતાનું મકાન હોવા છતાં બિચ્ચારી માતા તેના નાના દીકરાના ઘરે રહેવા મજબૂર બની છે. હદ તો ત્યાં થઈ ગઈ કે નફાવટ પુત્રએ માતાને ઘર બહાર કાઢતી વેળાએ અહીંયા તારું કઈ જ નથી, તારે જવું હોય ત્યાં જા. તેવું સંભળાવી દેતાં માતાની આંતરડી કકળી ઉઠી હતી. આ અંગેની વૃદ્ધાએ કાકોશી પોલીસને ફરિયાદ કરી છે.

સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે રહેતા ગોમતીબેન ભીખાજી ઠાકોર ઉ.વર્ષ ૬૦ જેઓને સંતાનમાં બે દીકરા છે. આજથી ૫ વર્ષ અગાઉ તેમના પતિનું અવસાન થયેલ છે. ત્યારે ગોમતીબેન પોતાના ખેતરમાં ઘરે હતા ત્યારે તેમનો મોટો દીકરો પ્રધાનજી ભીખાજી ઠાકોર, વહુ રમીલાબેન પ્રધાનજી ઠાકોર, પૌત્ર રણછોડજી પ્રધાનજી ઠાકોર તેમજ તેની પૌત્રવધુ હરણાબેન રણછોડજી ઠાકોર અને પૂજાબેન સુરેશજી ઠાકોરે  કહેલ કે આ ખેતરમાં તારે કોઈ લેવા દેવા નથી અહીંથી નીકળી જા તેમ કહી સગી જનેતાને ગડદા પાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકયા હતા. હાલમાં વરસાદના વાતાવરણમાં ગોમતીબેન રઝરતા થઈ ગયા હતા. ત્યારે તેમનો નાના પુત્ર ડાહ્યાજી ઠાકોર અમદાવાદ ખાતે રહેતા હોઈ ત્યાં આશરો લીધો છે.  અત્યારે પોતાનું મકાન હોવા છતાં બિચ્ચારી માતા તેના નાના દીકરાના ઘેર રહેવા મજબૂર બની છે. હદ તો ત્યાં થઈ ગઈ કે નફાવટ પુત્રોએ માતાને ઘર બહાર કાઢતી વેળાએ ‘તારે જવું હોય ત્યાં જા’ પછી આવીશ તો જાનથી મારી નાખીશું અને ખેતરમાં દાટી દઈશું તેવું સંભળાવી દેતાં માતાની આંતરડી કકળી ઉઠી હતી. આ અંગેની વૃદ્ધાએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ કરી છે.

Download Our B K News Today App



Related News