ધોલેરા સરમાં કલેક્ટરે રૂ. 250 કરોડનો વેરો જ વસૂલ્યો નહીં, ફાળવેલી-ભાડાપટ્ટાની જમીનની માહિતી જ વિભાગ પાસે નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 11:58:07
  • Views : 325
  • Modified Date : 2020-09-26 11:58:07

        ધોલેરા સરમાં કલેક્ટરને 22 ગામમા આવતા વિવિધ સર્વેની જમીન સરમાં સોંપાઈ હતી. મહેસુલ વિભાગે અમલમાં હોય તેવા દરથી વેરો વસુલવાની ખાસ સૂચના અમદાવાદ કલેક્ટરને આપી હતી. આમછતા કલેક્ટકર વેરો ન વસુલીને રૂ. 250 કરોડનો વેરો જ વસુલ્યો ન હોવાની કેગે ટીપ્પણી કરી હતી. ઉપરાંત વિભાગ પાસે ફાળવાયેલી ભાડા પટ્ટીની જમીનની માહિતી જ મહેસુલ વિભાગ પાસે નથી.

મહેસુલ વિભાગની પૂર્વ મંજૂરીથી જાન્યુઆરી 2011માં ફાળવાયેલી જમીન પર નિયત કરાયેલા દરથી વેરો વસુલવાની સુચના કલેક્ટરને સૂચના આપી હતી. આમ છતા અમદાવાદ કલેક્ટરે રૂ. 171.02 કરોડના રૂપાંતર કર અને રૂ. 79.81 કરોડના બિનખેતી આકારણી મળી કુલ રૂ. 250.83 કરોડના વેરાની વસુલાત કરી હતી નહીં. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા જમીન ફાળવણીમાં પણ અનિયમિતતા કરાઈ હોવાનું કેગે નોંધ્યું છે. મહેસુલ વિભાગે 34.79 લાખ ચો.મી. જમીનનું ઓછું મુલ્યાંકન કરીને 69.14 કરોડની ઓછી આકારણી કરી હતી. પ્રતિબંધ હોવા છતા કંપનીને જમીન ફાળવીને 67.30 કરોડનો ફાયદો કરાવ્યો હતો.

Download Our B K News Today App



Related News