બનાસકાંઠાના ધાનેરા શહેરમાં ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ ન બનાવતા કંટાળેલી મહિલાઓએ આજે રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-09 13:19:53
  • Views : 323
  • Modified Date : 2021-09-09 13:19:53

     ધાનેરા શહેરમાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત કરવા માટે સરકારે ઓવર બ્રિજ બનાવ્યો છે પરંતુ આ ઓવરબ્રિજ બનાવ્યા બાદ પણ લોકોની સમસ્યા હલ થઇ નથી. સરકારે ફોર લેન નીચેથી પસાર થતી રેલવે લાઇનના કારણે ત્યાં સર્વિસ રોડ બનાવ્યો નથી અને લોકોને અવરજવર માટે ઓવર સીડી બનાવી છે પરંતુ સ્થાનિક લોકોએ આજે સિડી ના વિરોધમાં રોડ પર ધરણાં પર બેસી ગયા હતા,  કારણ કે અહીંથી પસાર થતા મોટાભાગના વિદ્યાર્થીઓ 8 થી 10 કિલો વજન નું દફતર લઈને સીડી ચઢી શકતા નથી તો વળી ઉંમરલાયક લોકોને પણ આ સીડી ચડવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે જે મામલે સ્થાનિક રહીશોએ અગાઉ પણ રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેઓની સમસ્યા હલ ન થતાં આજે વિફરેલી મહિલાઓ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો અને ત્યાં જ્યાં સુધી તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને અવર-જવર માટે રસ્તો નહીં બનાવે ત્યાં સુધી તેમનો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News