ધાનેરામાં સમસ્ત હિન્દૂ સમાજના લોકો દ્રારા આક્રોશ રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-03 13:44:44
  • Views : 251
  • Modified Date : 2022-02-03 13:44:44

ધંધુકામાં વિધર્મીઓ દ્વારા ફાયરીંગ કરી યુવકની હત્યા કરવામાં આવી હતી. અને રાધનપુરના શેરગઢમાં યુવતી ઉપર હુમલો કર્યો તે બાબતે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે ધાનેરામાં બુધવારે હિન્દુ સંગઠનો દ્વારા રેલી સાથે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ જેથી ધાનેરાના તમામ બજારની દુકાનો આવેદનપત્ર આપવા સુધીમાં સજજડ બંઘ રહી હતી. અને ધાનેરા શહેર તેમજ ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લોકો ધાનેરા લાલચોક ખાતે ઉમટી પડ્યા હતા. અને લાલચોક ખાતે કિશન ભરવડને શ્રધાંજલી આપવામાં આવી હતી અને ત્યાં હાજર રહેલા આગેવાનોએ જણાવેલ કે આપણે જો આ વિધર્મીઓ સામે લડવુ હસે તો પહેલા તેમના સાથેના તમામ વ્હેવારો બંધ કરવા પડશે કેમ કે આપણા મોટા ભાગના હિન્દુઓ તેમની પાસેથી ખરીદીઓ તેમજ અન્ય વ્હેવાર રાખે છે તે બંધ કરવામાં આવશે તોજ આ લોકો ઉપર કંન્ટ્રોલ આવશે. અને ત્યાંથી આ તમામ લોકો જયશ્રી રામ ના નારા  અને વિધર્મીઓને ફાંસી આપવાના નારા સાથે પ્રાંત કચેરી પહાંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યુ હતુ. ધાનેરા તાલુકાના સમસ્ત હિન્દૂ સમાજ દ્રારા ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કસુરવારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ રાધનપુર તાલુકાના ગામડાઓમાં વિશેષ સમુદાયના લોકોને આપવામાં આવેલ હથિયારના પરવાનાની ચકાસણી કરી અસામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલ હથિયાર પરવાનેદાર વ્યક્તિના હથિયાર પરવાના રદ કરવા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા સંગઠનોને બેન કરવા તદુપરાંત ધંધુકા વાળી ઘટનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આરોપીઓને સત્વરે કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને આવી ઘટનામાં કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય. આ કાર્યક્રમમાં વસંતભાઇ પુરોહિત, ડો. યોગેશ સર્મા, પૃથવીસિહ રાજપુત, ઇશ્વરભાઇ પટેલ તેમજ અન્ય હિન્દુ આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News