ધાનેરામાં એક યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર આચર્યું દુષ્કર્મ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 11:03:32
  • Views : 204
  • Modified Date : 2022-06-08 11:03:32

 

યુવતીએ ધાનેરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ...

 

ધાનેરામાં એક યુવતી ને નોકરી પર લગાડી લગ્ન ની લાલચ આપી ધાનેરા ના એક શખ્સે અનેક વાર ધાનેરા ની હોટલ સહિત અલગ અલગ જગ્યા યુવતી સાથે દુષ્કર્મ આચરતા યુવતીએ ધાનેરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ...

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વાલેર ખાતે રહેતા પારસ વાસુદેવ સોની નામના શખ્સે એક યુવતીને પોતાની સ્કૂલ માં નોકરી પર રાખી મોબાઈલ પર મેસેજ તેમજ વિડિયો પર વાત કરી તેને લગ્ન ની લાલચ આપી ધાનેરા ની શિવ હોટલ માં બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે બાદ અલગ જગ્યા યુવતીને પારસ સોની નામના શખ્સે મળવા બોલાવી લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ આચ્યુ હતું.તેમજ યુવતીને ગર્ભ રહેતા પારસ સોની નામના શખ્સ ફાર્મસીસ્ટ   હોવાથી ધાનેરા માં મેડીકલ હોવાથી યુવતીને ગર્ભ પાડવા યુવતીને ખબર પડે તેવી રીતે દવા પીવડાવતા જે બાદ યુવતી ને પારસ સોની નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો પરંતુ યુવતી પારસ સોની ને લગ્ન કરવાની કહેતા પારસ સોની લગ્ન કરવાની ના કહેતા આખરે યુવતીએ ધાનેરા ના વાલેર ખાતે રહેતા પારસ વાસુદેવ સોની નામના શખ્સ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 376()313 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ..

Download Our B K News Today App



Related News