ધાનેરામાં વીજ અધિકારીઓ તેમજ વીજ કર્મચારીઓ દ્વારા વીજ સલામતી સપ્તાહના ભાગરૂપે રેલી નિકાળવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 11:17:24
  • Views : 229
  • Modified Date : 2022-06-08 11:17:24

 

સમગ્ર ભારતમાં વીજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આજે જે પ્રમાણે લોકોની વસ્તી વધી રહી છે તે પ્રમાણે સ્ટ્રક્ચર નું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને લઇ સમગ્ર ભારતભરમાં વીજ વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓ દ્વારા રેલી યોજી વીજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ધાનેરા વિદ્યુત બોર્ડના એન્જિનિયર એસ એલ વાણિયા ની અધ્યક્ષતા માં આજે વીજ સલામતી સપ્તાહ ના ભાગરૂપે ધાનેરામાં કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે રાખી રેલી નિકાળવામાં આવી હતી કર્મચારીઓના હાથમાં વિવિધ બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસ કર્યા હતા લોકોને વીજળી બચાવો તેમજ વીજળી ને ખોટી રીતે છેડછાડ કરવી જેવા અનેક મુદ્દાઓ થી લોકોને વાકેફ કર્યા હતા વીજ સલામતી સપ્તાહની રેલી ધાનેરાના જાહેર માર્ગો પર ફરી પરત ધાનેરા વિદ્યુત બોર્ડ ખાતે પહોંચી હતી.

Download Our B K News Today App



Related News