વડા પ્રધાન મોદી બે દિવસની મુલાકાતે ઢાકા પહોંચ્યા, કોરોના રસીના 12 લાખ ડોઝ સાથે લઈને પહોંચ્યા બાંગ્લાદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 11:55:23
  • Views : 283
  • Modified Date : 2021-03-26 11:55:23

     વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે. તેઓ શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ રવાના થયા હતા. સવારે ઢાકાના હજરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું વિશેષ વિમાન સવારે 10: 15 વાગ્યે પહોંચ્યુ હતું. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે લઈને બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી પાડોશી દેશના 50માં સ્વતંત્રતા દિવસ પર યોજાનારી સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થશે.

     27 માર્ચે સવારે વડાપ્રધાન મોદી તેજગામ કેન્ટોમેન્ટના ઢાકાથી 300 કિલોમીટરના અંતરે આવેલા સતખિરાના શ્યામાનગરના ઈશ્વરીપુર ગામમાં જસોરેશ્વરીના કાલી મંદિરના દર્શન માટે જશે. અહીં પૂજા અર્ચના કર્યા પછી વડાપ્રધાન હેલિકોપ્ટરથી બંગબંધુ મુજીબુર રહમાનના જન્મસ્થળ તુંગિપારા પહોંચશે. અહીં બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાનું પૈતૃક ગામમાં છે. અહીં ફરી એક વાર શેખ હસીના તેમનું સ્વાગત કરશે. અહીં બનેલા સ્મારકમાં ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત છે. મોદી અહીં એક ઝાડ પણ રોપશે.

     બંને વડાપ્રધાન બંગબંધુ સ્મારક જશે. અહીં એક વાર ફરી વડાપ્રધાન હેલિકોપ્ટરથી ગોપાલગંજના ઓરાકંડી જશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકંડમાં મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થ સ્થળ ઠાકુરવાડીના દર્શન પણ કરશે. અહીં 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમોની સમાપ્તિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી ઢાકા તેમની હોટલ પર પરત આવશે.

     ગયા વર્ષે કોરોના સંક્રમણની શરૂઆત પછી વડાપ્રધાનની વિદેશ યાત્રા જે માર્ચ 2020માં રદ કરવામાં આવી હતી તે બાંગ્લાદેશ પ્રવાસની હતી. વડાપ્રધાન મોદી શેઠ મુજીબુર રહેમાન જન્મ શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રથમ 17 માર્ચ 2020ના રોજ બાંગ્લાદેશનો પ્રવાસે જવાના હતા. જો કે, તેમણે કોવિડ-19 મહામારી વચ્ચે પોતાનાં વિદેશ પ્રવાસનો સિલસિલો શરૂ કરવા માટે માત્ર પડોશી દેશ બાંગ્લાદેશની પસંદગી કરી.


Download Our B K News Today App



Related News