દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદના ઝાપટામાં લગ્નનો મંડપ ધરાશાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 15:01:27
  • Views : 83
  • Modified Date : 2024-03-02 15:01:27

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સુતારીયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં લગ્નના મંડપ ધરાશાયી થયા છે. દ્વારકામાં 16 MM, ખંભાળિયા તાલુકામાં 7 MM વરસાદ પડ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ઠંડક વધી છે. તેમજ શિયાળુ પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.જામનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાની સંભાવના છે. તેમજ જામનગરના કાલાવડમાં માવઠાંથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી ગઈ છે. કપાસ, ધાણા, જીરૂ સહિતનો પાક પાણીમાં પલળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Download Our B K News Today App



Related News