દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PSIએ જમાદારને ફોનમાં ગાળો કાઢી, ઓડિયો વાયરલ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 10:41:01
  • Views : 346
  • Modified Date : 2021-03-10 10:41:01

    ખંભાળીયા નજીકના એક પોલીસ સ્ટેશનના પીએસઆઇએ પીએસઓ સાથેની ટેલિફોનિક વાતચીતમાં પરેડમાં ગયેલા જમાદારને પરત ફરવા બાબતે ફોન પર ગાળો કાઢતા અને આ વાતોનુ રેકોર્ડીંગ વાયરલ થતા જીલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હવે આ પીએસઆઇ વિરૂધ્ધ અન્ય પોલીસ કર્મી પણ તોછડુ વર્તન કરતા હોવાની અને ગાળો દેતા હોવાની છુપી ફરીયાદો ઉચ્ચ અધિકારીઓને કરતા તેઓ ચોંકી ઉઠયા છે. આગામી દિવસોમાં પગલા લેવાની શકયતા દર્શાવાઇ રહી છે. કથિત કિલપમાં ફોજદાર જમાદારને ગાળો ભાંડતા હોવાનો ઉલ્લેખ સંભળાય છે.

 ** વાયરલ ઓડિયો ક્લિપમાં પીએસઆઈ અને પીએસઓ વચ્ચે થયેલી અક્ષરશ: વાતચીત

પીએસઓ : હાજી….
પીએસઆઇ : હાજરમાં કોણ છે?
પીએસઓ : હાજરમાં (કર્મીનું નામ કહે છે...)
પીએસઆઇ : પેલા ભાઇ કયાં છે?
પીએસઓ : મને ફોન કર્યો તો,એ મને કેતા ભુલી ગયા એનો ફોન આવ્યો હતો. વર્ધી એને દેવાની હતી,પણ એને ફોન કર્યો હતો એ નવા ટ્રેનિંગવાળા છોકરાને કરાઇ મુકવા ગયા,એવુ કિધુ
પીએસઆઇ : આને શંુ કરવા મોકલ્યો…
પીએસઓ : હેં…?
પીએસઆઇ : આને કોને મુકયો ?……(ગાળ) કહીને જવુ હોય તો … (ગાળ)કહીને જાને પોલીસ સ્ટેશન પર,તો આપણે એક ગાંધીનગરનુ કામ હતુ જોડે જોડે પુરૂ ન કરી નાંખત.
પીએસઓ : અહીયાથી આઇતી ત્યાં હેડ કવાટર્સ મુકવા અને હેડ કવાટર્સથી મોકલી દિધા છે પરેડમાં.
પીએસઆે : હેડ કવાટર્સથી….
પીએસઓ : પરેડ ન કરવી હોય એટલે કદાચ મોકલી દિધા હોયને, આમાં એવુ હોય ને…
પીએસઆઇ : એ …. (ગાળ) ભાઇ કહીને ન જાય,મારે ગાંધીનગર જવાનુ છે?તો આપણે એક પેલુ હથિયાર લાવવાનુ હતુ,…(ગાળ) ચાલ કંઇ વાંધો નહી.બીજુ શું ?

Download Our B K News Today App



Related News