દિયોદર તાલુકામાં સ્થાનિક મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા દરોડો બે સ્થળ પર પાડ્યો .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-23 14:37:09
  • Views : 84
  • Modified Date : 2023-12-23 14:37:09

એક તરફ ગરીબોને સસ્તા દરે અનાજ સહિતની જીવન જરુરિયાત રસોડાને લગતી ચિજો મળી રહે એ માટે સરકાર તરફ થી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં સસ્તા અનાજનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો જ ગરીબોના કોળિયાને બારોબાર જ વેચી દેવાનું કૌભાંડ ચલાવતા હોય છે. આવી જ આશંકાને લઈ દિયોદરના મામલતદાર કચેરી દ્વારા આ અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.કોટડા અને ચંગોદરમાં દરોડો પાડતા તેમાં સામે આવ્યુ હતુ કે, ગેરરીતી આચરી હતી. જેમાં ઘઉં, ચોખા, ખાંડ સહિતની ચિજોને બારોબાર જ વેચી માર્યો હોવાનું ખૂલ્યું હતુ. જેને લઈ સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી છે. સાથે જ તેમના પરવાના પણ રદ કરી દેવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News