કેજરીવાલે 31 મે સુધી પ્રતિબંધો વધાર્યા, પરંતુ કહ્યું- જો કેસ ઘટશે તો ધીરે-ધીરે ખોલીશું લોકડાઉન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 16:09:37
  • Views : 212
  • Modified Date : 2021-05-23 16:09:37

    દિલ્હીમાં એક જૂનથી અનલોકમાં છુટ આપવાના સંકેત મળી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે એક સપ્તાહ એટલે કે 31 મે સુધી લોકડાઉન વધારી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે જો કેસ આ જ રીતે ધીરે-ધીરે ઘટતા રહ્યાં તો અમે ધીરે-ધીરે લોકડાઉનમાં ઢીલ આપીશું.

    કેજરીવાલે કહ્યું કે કેસ ઘટી રહ્યાં છે અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવી રહ્યો છે. ત્રીજી લહેર આવવાની શકયતા છે અને અમે તે માટેની તૈયારીઓ કરી રહ્યાં છે. જોકે ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર ન આવે.તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની આ લહેર નબળી પડતી દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સંક્રમણ દર 2.5 ટકાથી નીચે ચાલ્યો ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1600 કેસ આવ્યા છે.કેજરીવાલે કહ્યું કે તમામને વેક્સિન મળી જાય તો એ શકય બને કે ત્રીજી લહેર ન આવે. અમે ઝડપથી તમામ વેક્સિનને લગાવવાની યોજના બનાવી રહ્યાં છીએ. અમે ખર્ચ કરવા તૈયાર છીએ. તેના માટે દેશ અને વિદેશી કંપનીઓની સાથે સંપર્કમાં છીએ.

    દિલ્હીમાં અત્યાર સુધીમાં 14.15 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 13.60 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 23,013 દર્દીઓનુ મૃત્યુ થઈ ચૂક્યું છે. અહીં 31308ની સારવાર ચાલી રહી છે.આ પહેલા દિલ્હી સરકારે રવિવારથી 18થી 44 વર્ષની ઉંમરના લોકોનું વેક્સિનેશન બંધ કરી દીધુ હતુ. કેજરીવાલે વેક્સિનેશન બંધ કરવાનું કારણ વેક્સિનની અછત હોવાનું કહ્યું હતું. શનિવારે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વેક્સિનનું પ્રોડક્શન વધારવા અંગેની 4 સલાહ પણ આપી હતી

Download Our B K News Today App



Related News