ડીસા શહેરી વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર નોનવેજનું વેચાણ કરતા લારીઓ હટાવવા માટે નગરસેવકોએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:22:02
  • Views : 379
  • Modified Date : 2021-11-17 13:22:02

ડીસા બનાસકાંઠા જિલ્લાનું વેપારીમથક માનવામાં આવે છે જેના કારણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી વેપારીઓએ ધંધા-રોજગાર અર્થે રોજેરોજ મોટી સંખ્યામાં ડીસાની બજારોમાં આવતા હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ડીસાની બજારોમાં જાહેર રસ્તા ઉપર નોનવેજ ની લારીઓ મોટી સંખ્યામાં શરૂ થઈ છે જેના કારણે અનેક લોકોની લાગણીઓ નોનવેજની લારીઓ ના કારણે દુભાઈ રહી છે ખાસ કરીને ડીસાના શહેરના ફુવારા સર્કલ પાસે રાત્રિના સમયે લોકો દ્વારા બોલવામાં આવતી નોનવેજની લારીઓ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે જેના કારણે રસ્તાઓ પરથી પસાર થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બાબતની જાણ સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્યો ને કરવામાં આવતાં આજે ભાજપના સદસ્યો દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે નોનવેજ ની લારી હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News