ડીસામાં આજે જીવ રક્ષા સમિતિના સદસ્યો કતલખાનાના વિરોધમાં ધરણા યોજી રહ્યા હતા. ત્યારે ડીસા નગરપાલિકાના ટોઇંગ વાન દ્વારા વાહનોને ટોઇંગ કરી દેતા વિવાદ સર્જાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 12:19:43
  • Views : 367
  • Modified Date : 2021-08-24 12:19:43

     શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા રસ્તા વચ્ચે પાર્ક કરવામાં આવેલા વાહનોને ને ટોઇંગ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.. પાલિકા દ્વારા કામગીરીને લઇ ખાનગી એજન્સીને ટોઇંગનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અને શહેરમાં ખાનગી કંપની દ્વારા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કામગીરીને લઇ આજે ડીસામાં વિવાદ સર્જાયો હતો.. આજે કતલખાના બંધ કરવા માટે જીવ રક્ષા સમિતિના કાર્યકરોના વાહનોને એજન્સી દ્વારા ટોઇંગ કરી દેવામાં આવ્યા હતા.. જેથી જીવ રક્ષા સમિતિના કાર્યકરોએ વાહનોને ગેરકાયદેસર રીતે ટોઇંગ કરવામાં આવતા હોવાના આક્ષેપો કાર્ય હતા.. જીવ રક્ષા સમિતિએ જણાવ્યું હતું કે ડીસામાં જે ટોઇંગની કામગીરી ચાલી રહી છે તે તે કામગીરી ગેર કાયદેસર કામગીરી છે.. કારણ કે કોઈપણ જાતના ટોઇંગ વાહન વગર માત્ર ટ્રેક્ટરમાં વાહનોને ટોઇંગ કરવામાં આવી રહ્યા છે.. અને આવા ટ્રેકટરની આર.ટી..માં નોંધણી પણ ટોઇંગ વાહન તરીકે નથી થઇ.

આજે ટોઇંગ ને લઇ સર્જાયેલા વિવાદમાં જીવ રક્ષા સમિતિ દ્વારા ટોઈંગની પ્રક્રિયામાં પોલીસને કસૂરવાર ઠેરવી હતી.. પરંતુ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે ટોઈંગની કામગીરી પોલીસ દ્વારા નહિ પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News