ડીસાના વાસણા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં અગમ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 11:14:44
  • Views : 301
  • Modified Date : 2022-05-15 11:14:44

 

ડીસાના વાસણા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં ઝાડ પર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.ખેડૂતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા પરિવારમાં અરેરાટી...

 

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા ના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે.ત્યારે આજે વધુ એક ખેડૂતે પોતાના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા કરસનપુરી બાવા નામના ખેડૂતે આજે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે .કરસનપુરી બાવાએ અગમ્ય કારણોસર હાત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો છે.ઘટના જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક ખેડૂત ની લાશ ને ડીસા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News