ડીસાના કાંટ ગામે પરણિત પુત્રી એ પિતાના ઘરમાં દાગીના ચોર્યા મિત્રના કહેવાથી ૧૪ તોલા સોનાના દાગીના ની ચોરી કરતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 11:33:48
  • Views : 339
  • Modified Date : 2022-07-06 11:33:48


ડીસા ના કાંટ ગામે રહેતા એક પરિવારની પરણિત દીકરી તેના કોઈ પુરુષ મિત્રના કહેવાથી ઘરની તિજોરી માં પડેલા દાગીના ની ચોરી કરી તે દાગીના મિત્ર ને આપી દેતા મામલે તેના પિતા પોતાની પરણિત પુત્રી તેના બે બાળકો અને તેના મિત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે

સમગ્ર ચોરી ની ઘટના ની વિગતો અનુસાર કાંટ ગામે રહેતા ૬૮ વર્ષીય મછારામ છોગાજી માળી ખેતી કરે છે તેમના પરિવાર માં બે સંતાનો છે તેમાં એક દીકરી અને દીકરો છે જેમાં તેમની દીકરી ચન્દ્રીકાબેન ના લગ્ન માલગઢ જોધપુરીયા ખાતે રહેતા હરેશ શંકરલાલ માળી સાથે થયેલા છે અને તેને  બે બાળકો છે જોકે  તેમના  દીકરા ભરતભાઇ ના સાસરી માં હવનનો પ્રસંગ હોઈ  મછારામ ની પત્ની જમુબેન અને તેમના દીકરા વહુ  તિજોરી માં પડેલા દાગીના લેવા માટે તિજોરી ખોલી હતી જોકે જોકે તેમાં મુકેલા દાગીના જણાયેલ નહિ તેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમના દિકરા ને પણ પૂછતાં તેને પણ જણાવેલ કે મને ખબર નથી જેથી તે દરમિયાન તેમના ઘરે તેમની દીકરી ચન્દ્રીકા બાળકો સાથે મળવા આવેલી અને તેને પણ બાબતે પૂછતાં તેને પણ પહેલા ના પાડેલી જોકે બાદમાં સમગ્ર પરિવારે તેને સમજાવતા તેને જણાવેલ કે પાંચેક દિવસ પહેલા બપોરના સુમારે પરિવારજનો સુતા હતા તે દરમિયાન મારા મિત્ર એજાજ મુસ્તાક શેખ રહે.ગવાડી વાળા ના કહેવાથી મેં મારી દીકરી અને દીકરા મળી દાગીના તિજોરી માંથી ચોરી ને એજાજ શેખ ને આપી દીધેલા અને તે દાગીના પરત માંગતા એજાજ શેખ    દાગીના પરત આપતો નથી હાલ મારી પાસે નથી જોકે વાત સાંભળી પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા અને બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે સોનાનું મંગળસૂત્ર ,સોનાનો હાર,સોનાનું ડોકિયું ,કાનની બુટી, કાનના જોલા,સોનાના બિસ્કિટ મળી કુલ ૧૪ તોલા સોનાના દાગીના જેની કિંમત સાતેક લાખ રૂપિયા ની ચોરી બાબતે તેમની પોતાની પરણિત પુત્રી ચન્દ્રીકાબેન હરેશભાઇ સોલંકી (માળી) તેની પુત્રી નેહા ,પુત્ર આકાશ, ત્રણ રહે માલગઢ અને ઇજાજ મુસ્તાક શેખ , રહે ગવાડી ડીસા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાતા તાલુકા પોલીસ પણ તેમની  ફરિયાદ નોંધી ચોરી બાબતે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News