ડીસાની આશાપુરા સોસાયટીમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 11:09:56
  • Views : 3793
  • Modified Date : 2022-05-25 11:09:56

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે લોકો ના જેવી બાબતમાં આવેશમાં આવી જાય હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાને વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ડીસા શહેરના કચ્છી કોલોની વિસ્તાર પાસે આવેલ આશાપુરા સોસાયટી ભાગ- માં રહેતા હાર્દિક વર્ધિલાલ ઠક્કરે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાર્દિકે પોતાના ઘરમાં કોઈને કીધા વગર આત્મહત્યા કરતા તેના પરિવારમાં પણ શોક જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બાદ ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાર્દિકની લાશનો કબજો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને હાર્દિકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News