ડીસામાં યુવકે 20 રૂપિયા નહીં આપતાં છરાના ઘા મારી રહેંસી નાખનારા ચાર હત્યારા ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:58:40
  • Views : 1816
  • Modified Date : 2022-06-01 11:58:40

 

નહેરૂનગર ટેકરાના યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો

દારૂ પીવા લઈ જવાનું કહી બાઈક ઉપર સરકારી વસાહત પાછળના વ્હોળામાં લઈ જઈ મારી નાખ્યો

 

ડીસા શહેરના નેહરૂનગર ટેકરા વિસ્તારમાં 22 વર્ષિય યુવકને માત્ર 20 રૂપિયા જેટલી નજીવી રકમના લીધે ઉપરા-છાપરી છરાના ઘા મારી હત્યા કરનાર ચાર આરોપીઓને ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતા બાબુભાઈ મગનભાઈ માજીરાણાનો દીકરો નવિન માજીરાણા ગત 26 મે ને ગુરૂવારની મોડી સાંજે ટેકરા વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકી નજીકથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પ્રકાશ ઉર્ફે પકો સોમજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા રસ્તામાં મળ્યાં હતાં.

 

પ્રકાશ નવિનને દારૂ પીવાનું કહી સરકારી વસાહત પાછળ લઈ ગયો
​​​​​​​​​​​​​​
મૃતક નવિન માજીરાણાએ પ્રકાશ માજીરાણા પાસે 20 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ બન્ને આરોપીઓએ પૈસા ન આપતાં મૃતક યુવકે અપશબ્દો બોલતા તેઓને મનદુઃખ થયું હતું. જેની અદાવત રાખી તા. 30 મે ની રાત્રે 12-30 વાગ્યે પ્રકાશ માજીરાણા દારૂ પીવા લઈ જવાનું કહી નવિનને મોટર સાયકલ ઉપર સરકારી વસાહત પાછળના વ્હોળામાં લઈ ગયો હતો. જયાં પૂર્વ આયોજીત કાવતરા મુજબ અન્ય ત્રણ શખ્સો ઉભા હતાં.

 

આરોપીઓએ પાછળથી ઉપરા છાપરી છરાના ઘા માર્યા
​​​​​​​
નવિન માજીરાણા વ્હોળામાં પહોંચતા જ આરોપીઓએ પાછળથી ઉપરા છાપરી છરાના ઘા મારતાં તેઓ નીચે પડી ગયો હતો. પરંતુ હત્યારાઓએ ક્રૂરતા પૂર્વક ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી પીઆઈ એસ.એમ.પટણી સહિત સ્ટાફના માણસોએ તપાસ કરી ગણતરીના કલાકોમાં જ નવિન માજીરાણાની હત્યા કરનાર આરોપીઓને દબોચી હત્યાનો ભેદ ઉકેલી દેવામાં સફળતા મળી હતી. મોટર સાયકલ અને હત્યામાં વપરાયેલા બે છરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યાં હતાં.બે આરોપીઓ કિશોર વયના હોય પાલનપુર બાળ રિમાન્ડ હોમમાં ખસેડાયા તેમ પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું.

 

આરોપીઓએ બીજી વખત આવીને ઘા માર્યા
ડીસામાં માજીરાણા યુવકની હત્યા કરનાર આરોપીઓએ છરાના ઘા મારી ઘરે પરત ફર્યા હતા.પરંતુ યુવક જીવતો હશે તો આપણે પકડાઈ જશું તેથી ચારેય આરોપીઓ પાછા આવીને નવિન માજીરાણાને ઉપરા છાપરી છરાના ઘા મારવામાં આવ્યાં હતાં.

 

Download Our B K News Today App



Related News