ડીસામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:43:33
  • Views : 209
  • Modified Date : 2022-05-22 10:43:33

ડીસામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયુ

 

ડીસા શહેરમાં છેલ્લા પંદર દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે હાલમાં ડીસા શહેરમાં ૪૦ ડિગ્રીની ઉપર તાપમાન નોંધાતા ડીસા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.

 

સમગ્ર ગુજરાતભરમાં નલિયા બાદ સૌથી વધુ ગરમી ડીસા તાલુકામાં પડતી હોય છે દર વર્ષે ઉનાળામાં સૌથી વધુ ગરમી અને ચોમાસામાં સૌથી વધુ વરસાદ ડીસા તાલુકામાં પડતો હોય છે જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળે છે ચાલુ વર્ષે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમી ડીસા તાલુકામાં જોવા મળી હતી હાલમાં રોજેરોજ ડીસા તાલુકામાં ગરમી નુ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહે છે જેના કારણે તેની સીધી અસર ડીસા શહેરી વિસ્તારમાં વસતા લોકો પર જોવા મળી રહી છે. છેલ્લા પંદર દિવસથી ડીસા તાલુકામાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે હાલમાં લૂ લાગવાની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ડીસા સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે બિમાર દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે જેથી હાલમાં રોજેરોજ ડીસા સિવિલમાં ૮૦૦થી વધુ લોકો સારવાર લઇ રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ડીસા તાલુકામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સાથોસાથ બીમારીનું પ્રમાણ પણ સતત વધી રહી છે જેના કારણે હાલ બિમાર દર્દીઓ થી ડીસા સિવિલ હોસ્પિટલ ઉભરાઇ રહી છે સતત ડીસા તાલુકામાં ગરમીનું પ્રમાણ વધતાં ડોક્ટરો પણ સલાહ આપી રહ્યા છે કે આવી કાળઝાળ ગરમીના સમયમાં બપોર બાદ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ જેના કારણે લૂ લાગવાના બનાવોમાં ઘટાડો થઈ શકે

Download Our B K News Today App



Related News