ડીસામાં લોધા સમાજે ગરીબ પરિવારની દીકરીના ધામધૂમથી લગ્ન યોજ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 12:13:02
  • Views : 480
  • Modified Date : 2021-12-02 12:13:02

કોરોનાના કપરા કાળમાં છેલ્લા બે વર્ષથી લગ્નની સીઝનને પણ ગ્રહણ લાગી ગયું હતું.તેથી લોકોને દીકરા - દીકરીના લગ્ન મોકૂફ રાખવાની ફરજ પડી હતી પરંતુ હવે કોરોનાનું જોર ઘટતાં સરકારે પણ તહેવારો સહિત લગ્નો માટે શરતી છૂટછાટો આપી છે. તેથી દિવાળીની રંગેચંગે ઉજવણી બાદ હવે લગ્નોની સીઝન ખુલી છે. જેને લઈ ઠેરઠેર લગ્નોના માંડવડા સાથે વરઘોડા નજરે પડી રહ્યા છે. ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના પણ ધંધા -રોજગાર અર્થે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા ખાતે સ્થાઈ થયેલા લોધા સમાજના સકળ પંચે સમાજના અતિ ગરીબ મહેશભાઈ દયારામભાઈ લોધાની દીકરીના લગ્ન સમણવા નિવાસી દિલીપભાઈ અમરસિંહ લોધાના દીકરા સાથે ધામધૂમથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હરીહર મહાદેવના મંદિરમાં યોજી સમાજમાં દાખલો બેસાડ્યો હતો.જેમાં સમાજના લોકોએ કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉઠાવી વર વધુને વિવિધ ભેટ- સોગાદો પણ આપી હતી.ત્યારે ભાવવિભોર ગરીબ પરિવારમાં હર્ષાશ્રુ ઉમટી પડ્યા હતા.લોધા સકળ પંચના નિર્ણયને હર કોઈએ વધાવી લીધો હતો અને અન્ય સમાજો પણ તેમાંથી પ્રેરણા લે તેવું આહવાન કર્યું હતું.

Download Our B K News Today App



Related News