ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા મેઘા વેક્સિન કાર્યક્રમ અંતર્ગત તમામ વોર્ડમાં રસીકરણ અભિયાન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:33:30
  • Views : 270
  • Modified Date : 2021-10-11 12:33:30

ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા મેઘા વેક્સિન કાર્યક્રમ અંતર્ગત તમામ વોર્ડમાં રસીકરણ અભિયાન યોજાયું હતું. કોરોનાવાયરસ ની મહામારીમાં જે પ્રમાણે લોકોની મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો તેને કરવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું જેમાં મોટાભાગના લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સેકસી આપી સુરક્ષિત રહેવા માટે સલાહ આપવામાં આવતી હતી શરૂઆતમાં લોકો વેકશીન લેવામાં ડરતા હતા. પરંતુ જેમ-જેમ કોરોનાવાયરસ ની બીજી લહેર માં અનેક લોકો લપેટમાં આવ્યા હતા તેને લઈ લોકોમાં રસીકરણની જાગૃતતા આવી હતી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો થકી વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જે અંતર્ગત ડીસા તાલુકાના મોટાભાગના ગામો અને શહેરી વિસ્તારોમાં રસીકરણ અભિયાન પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે બાકી રહેલા લોકો માટે આજે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા મેઘા વેકશીન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ડીસા શહેરના તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાકી રહેલા તમામ લોકોને રસીકરણ આપવામાં આવ્યું હતું ખાસ કરીને કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શંકાના આધારે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે યોજાયેલા મેગા રસીકરણ અભિયાન માં મોટી સંખ્યામાં સ્લમ વિસ્તારના લોકોએ રસીકરણ કરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News