ડીસામાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ જન્મજયંતી નિમિત્તેની ધામધૂમ પૂર્વક વિવિધ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:26:58
  • Views : 213
  • Modified Date : 2022-04-15 11:26:58


બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરના 131 માં જન્મમાં જન્મ જયંતીની સમગ્ર ભારતભરમાં વિવિધ સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે દેશ બંધારણ આપનાર ડૉ બાબાસાહેબ આંબેડકર ના જન્મ જયંતીની ડીસા દિપક હોટલ પાસે પાસે આવેલ ડો બાબાસાહેબ આંબેડકર ના બાવલાને વિવિધ સંગઠનો દ્વારા ફુલહાર પહેરાવી બાબાસાહેબ આંબેડકર તુમ અમર રહોના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે ડો બાબાસાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે અનુસૂચિત જાતિ ના સંગઠન દ્વારા બાબાસાહેબ આંબેડકર ના બાવલાને. ફુલ હાર ચડાવી ઉજવણી કરી હતી જે બાદ ભારત વિકાસ પરિષદ દ્વારા પણ બાબાસાહેબના બાવલા ને ફુલહાર ચઢાવી તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આજે ખાસ બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતી નિમિત્તે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતામાં ભાજપના તમામ કાર્યકર્તાઓ સાથે ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

 

 

આમ તો સમગ્ર વિશ્વ બંધારણના ઘડવૈયા તરીકે બાબાસાહેબ આંબેડકરને માને છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં દલિત સેનાના આગેવાનો દ્વારા બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરની 131જન્મ જયંતી નિમિત્તે  ડીસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જ્યારે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં બાબાસાહેબ ભીમ રાવ આંબેડકરની જન્મ જયંતી ઠેરઠેર ઉજવવામાં આવી હતી જ્યારે આજે એવું કહીએ તો પણ ચાલે કે ગુજરાત નહીં કે ભારત નહી પણ આખું  વિશ્વ બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવી રહ્યું છે ત્યારે ડીસામાં બાબાસાહેબ આંબેડકર ની જન્મજયંતી નિમિત્તે ભવ્ય રેલી નીકળી હતી ડીજેના તાલ સાથે નીકળેલ રેલી આંબેડકર ચોક થી નીકળીને ફુવારા સર્કલ બગીચે દીપક હોટલ સહીત ડીસાના વિવિધ જાહેરમાર્ગોમાં ફરી હતી જ્યારે જય ભીમ જય ભીમ નારા સાથે સમગ્ર ડીસા શહેર ગુંજી ઉઠ્યું હતું જ્યારે આ શોભાયાત્રા દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

 

Download Our B K News Today App



Related News