ડીસામાં ચાર પેઢીઓમાંથી લીધેલા સેમ્પલ ફેલ આવતાં ફ્રુડ વિભાગે દંડ ફટકાર્યો.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-22 11:25:02
  • Views : 248
  • Modified Date : 2022-06-22 11:25:02

 

ડીસામાંથી વિવિધ જગ્યાઓ પરથી લીધેલા વિવિધ સેમલો લેબમાં પરીક્ષણ દરમીયન ફેલ આવતાં કેશ અધિક કલેકટરની કોર્ટમાં ચાલી જતાં વિવિધ પેઢીઓને લાખોનો દંડ ફટકાર્યો છે..

 

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર વ્યાપારી મથક માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં લોકો વિવિધ વસ્તુઓનો ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે આવા સમયે વ્યાપારીઓ જવા પૈસા કમાવાની લ્હાયમાં ગ્રાહકોને ડુપ્લીકેટ વસ્તુઓ આપતા નજરે પડી રહ્યા છે વર્ષોથી ડીસામાંથી તેલ,ઘી અને અન્ય ખાદ્ય વસ્તુઓનું ભેળસેળ થયાની ફરિયાદો થઈ ચૂકી છે આજે પણ ડીસાની બજારોમાં મોટા ભાગના વેપારીઓ ભેળસેળ વાળી વસ્તુઓ ગ્રાહકોને આપી તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેર ડુબ્લિકટ ચીજ વસ્તુઓ માટે એપી સેન્ટર તરીકે પ્રખ્યાત છે ત્યારે બનાસકાંઠા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસામાં આવેલ ગુંજન ભાનું પ્રસાદ જોશી યુરો હેલ્થ કેર મોટી આખોલ ડીસાની પ્રોટીન પાવડર લીધેલા સેમ્પલ મિસ બ્રાન્ડ આવતાં 50 હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ઈશ્વરભાઈ લવજીભાઈ પટેલ(જે.આઈ ફ્રુડ પ્રોડક્ટ ડીસા જી.આઈ ડી.સીનું લુઝ મરચું સબ સ્ટાન્ડર્ડ આવતાં 25 હજારનો દંડ  તેમજ અન્ય બે પેઢીઓને પણ બનાસકાંઠા જીલા અધિક કલેકટર દંડ ફટકાર્યો છે.ત્યારે ડીસામાં વધતા ભેળ સેળ ને અટકાવવા માટે તંત્ર હજી કડક કાર્યવાહી કરે તેવી પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

 

Download Our B K News Today App



Related News