ડીસામાં એન એસ યુ આઈ દ્વારા આવેદનપત્ર આપી અગાઉની સૈન્યની ભરતી તાત્કાલિક કરવા માંગ કરાઇ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 10:48:19
  • Views : 280
  • Modified Date : 2022-06-19 10:48:19

સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલી આર્મી ની ભરતી કરવા માંગ

 

હાલમાં સરકારે અગ્નિપથ યોજના જાહેર કરી અગાઉ ની ભરતી ટલ્લે ચઢાવી હોવાનો આક્ષેપ

 

ડીસામાં એન એસ યુ આઈ દ્વારા આવેદનપત્ર અપાયું

 

ભારત સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે માત્ર ચાર વર્ષ માટે સૈન્યમાં ભરતી કરવા અગ્નિપથ યોજના લાવી અગાઉની  વર્ષ 2021ની સૈન્ય ની ભરતીઓ ટલ્લે ચઢાવી દીધી હોવાનો આક્ષેપ કરી ડીસામાં એન એસ યુ આઈ દ્વારા આવેદનપત્ર આપી અગાઉની સૈન્યની ભરતી તાત્કાલિક કરવા માંગ કરાઇ છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બેરોજગાર યુવાનો માટે અગ્નિપથ યોજના લાવી સૈન્યમાં ચાર વર્ષ નોકરી તરીકે જોડાવા આહવાન કરવામાં આવ્યું છે જોકે તેનો દેશભરમાં ભારે હિંસાત્મક રીતે વિરોધ થઈ રહ્યો છે. યુવાનો સહિત લશ્કરના સૈનિકો તેમજ ભૂતપૂર્વ સૈનિકો પણ આ યોજના દેશ હિતમાં ન હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે સરકારે અગ્નિપથ યોજના મૂકી અગાઉની  વર્ષ 2021ની સૈન્ય ની ભરતીઓ ટલ્લે ચઢાવી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કેન્દ્રના રક્ષા વિભાગ દ્વારા ઉમેદવારો પાસે આર્મીની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાવેલા હતા. જે અંતર્ગત  ગુરાતમાં એ આર ઓ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૧ ની પરીક્ષા માટે  લાખો ઉમેદવારોએ પરીક્ષા આપવા ફોર્મ ભરી અનેક પ્રકારના ક્લાસીસો સાથે જોડાઈ  હજારો રૂપિયા ખર્ચી તડામાર તૈયારીઓ કરી હતી.જોકે ઘણા સમયથી રક્ષા મંત્રાલય દ્વારા તેના કોલ લેટર આપવામાં આવ્યા નથી. જેથી આ જુની ભરતીની હજુ કોઈ વાત નથી ત્યાં સરકારે અગ્નિપથ નામે માત્ર ચાર વર્ષની ટૂંકી કારકિર્દીની ભરતીની યોજના લાવી દેતા યુવાનો તેનો વિરોધ કરી રહ્યા છે.જેથી ડીસામા એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર આપી સૌપ્રથમ સૈન્યમાં અગાઉની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી તેના કોલલેટર આપવાની માંગ કરી છે.

Download Our B K News Today App



Related News