ડીસામાં ઈદ ઉલ ફિત્ર ની કોમી એકતા ના માહોલ માં ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 11:01:28
  • Views : 258
  • Modified Date : 2022-05-04 11:01:28

 

- ડીસા જગ્યાએ ઈદ ઉલ ફિત્ર ની નમાઝ અદા કરાઈ

 

ડીસા માં મંગળવારે કોમી એકતા ના માહોલ માં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરાઈ હતી જેમાં ઇદ ગાહ ખાતે મોટી સંખ્યામાં હઝરત સૈયદ મોહમદ અલી બાવા ની ઇમામત હેઠળ ઈદ ઉલ ફિત્ર ની નમાઝ પઢી હતી પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઈદ ખુશી નો તહેવાર હોવાથી દરેકે હળી મળી એક બીજા ના દુઃખ વહેચી ઈદ ઉજવવા જણાવ્યું હતું જ્યારે બડા પુરા મક્કા મસ્જિદ ખાતે મોલાના એહમદ રઝા મદની ઈદ ઉલ ફિત્ર ની નમાઝ અદા કરવી હતી પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હઝરત મોહમદ પયગમ્બર સાહેબે આપેલા ગુણો જીવન માં ઉતારી એક અને નેક બનવા જણાવ્યું હતું જ્યારે રિસાલા મસ્જિદ ખાતે મૌલાના મન્નાન સાહેબ મુના વાળા નમાઝ અદા કરાવી હતી પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ, અદા કરી એક મેક ને ઈદ મુબારક બાદી પાઠવી હતી અને ખાસ કરી ને મુસ્લિમ યુવાનોએ આજુ બાજુ હિન્દૂ ભાઈઓએ ને સરબત પીવડાવી કોમી એકતા ના દર્શન કરાવ્યા હતા જ્યારે શહેર ની જુમ્મા મસ્જિદ ખાતે મોલાના સોએબે નમાઝ અદા કરાવી હતી જ્યારે ટાટ વાળી મસ્જિદ ખાતે મોલાના સફી ઉલ્લાહે નમાઝ અદા કરાવી હતી પ્રસંગે મોટી સંખ્યામા મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્ટેશન વાળી મસ્જિદ ખાતે મૌલાના સાહેબે નમાઝ અદા કરાવી હતી આમ જગ્યાએ ઈદ ઉલ ફિત્ર ની નમાઝ અદા થઈ હતી નમાઝ, બાદ પોતાના પૂર્વ જનો ને યાદ કરવા કબ્રસ્તાન જઈ દુઆગો ગુજારી હતી ત્યારે બાદ મુસ્લિમ ભાઈઓ એક મેક ને ઈદ મુબારક બાદ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.

Download Our B K News Today App



Related News