ડીસામાં ગવાડીની મહિલા પાસે દહેજ માંગી પતી સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 11:01:55
  • Views : 210
  • Modified Date : 2022-06-28 11:01:55

 

 મહિલાએ સેનેટાઈઝર  પી લેતા સારવાર અર્થે દાખલ કરાઈ

 

 ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિ અને સાસરિયાંઓ દ્વારા દહેજ માંગી ત્રાસ ગુજારાતા મહિલાએ સેનેટાઈઝર પી જતા તેને સારવાર અર્થે દાખલ કરાઇ હતી .બાદમાં સ્વસ્થ થતાં મહિલાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ડીસાના મંમદપુરા ગવાડી વિસ્તારમાં વડલા નજીક રહેતા સાહિસ્તાબેનના લગ્ન આજ વિસ્તારમાં રહેતા તસલીમભાઈ યુસુફભાઈ કુરેશી સાથે આજથી પંદરેક વર્ષ અગાઉ થયા હતા.લગ્ન બાદ સાહિસ્તાબેનના પતિ અને સાસરિયાઓએ તેને સારી રીતે રાખતા હતા. જોકે તેમનો પતિ કંઈ કામ ધંધો કરતો હોવાથી સાહિસ્તાબેને તેમને કામ ધંધો કરવા જણાવતા ધીરે-ધીરે પતિ તેઓને ઉશ્કેરાઈ મારવા લાગ્યો હતો.ત્યારબાદ સાહીસ્તાબેનના સાસુ-સસરા દિયર અને નણંદ પણ તેના પતિ તસલીમને ઉશ્કેરી તેમને માર મરાવતા હતા.જેથી અગાઉ સાસરિયાઓના ત્રાસથી બેથી ત્રણ વખત તેઓ ઘરેથી પિયર ચાલ્યાં ગયા હતા.જોકે પિયર વાળા તેઓનો સંસાર બગડે તે માટે તેમને સમાધાન કરી પરત મોકલતા હતા .

જોકે ત્યારબાદ પણ તેમના પતિ તસલીમે થોડા દિવસ અગાઉ સાહિસ્તાબેન પાસે પિયરમાંથી રૂપિયા ૫૦ હજાર લવાનું જણાવી માર માર્યો હતો.જેથી સાહિસ્તાબેને તેમના પતિને ડરાવવા ઘરમાં પડેલું સેનેટાઈઝર પીવા જતા સેનેટાઈઝર મોઢે જરાક અડાડતા તેઓને ઉબકા આવવા લાગ્યા હતા અને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જોકે સ્વસ્થ થયા બાદ સાહિસ્તાબેને તેમના પતિ તસ્લીમ ભાઈ કુરેશી, સાસુ નસીમબેન,સસરા યુસુફભાઈ ,દિયર તૌસિફ અને  નણંદ હીનાબેન સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News