ડીસામાં વિવિધ ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો-ફરતા શખ્સને મોચીવાસ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 11:40:35
  • Views : 671
  • Modified Date : 2021-11-03 11:40:35

 

ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે સોમવારે વિવિધ ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતો-ફરતો શખ્સને મોચીવાસ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં એક બાદ એક વધારો થઈ રહ્યો તો ખાસ કરીને મારામારી અને લૂંટ જેવી અનેક ઘટનાઓ રોજ સામે આવતી હતી આગે અનેકવાર પોલીસ મથકે પણ સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ અંગે ડીસા દક્ષિણ પોલીસે શખ્સે પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. અંગેની વિગત એવી છે કેડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે વિવિધ ગુનામાં સંડોવાયેલા છેલ્લા ૧૨ વર્ષથી નાસતો-ફરતો મંગલસિંહ ઉર્ફે લાલો દિવણજી ઠાકોર મોચીવાસ વિસ્તારમાં હાજર હોવાથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે શખ્સને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News