ડીસામાં 5 પેટ્રોલપંપના માલિકો સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 12:11:26
  • Views : 6278
  • Modified Date : 2021-08-12 12:11:26

     ડીસાના કંસારી હાઈવે પર આવેલ લાભ પેટ્રોલ પંપના ઇન્કમ ટેક્ષ  સેલટેક્સ  કન્સલ્ટન્ટ તરીકે ડીસાના જલારામ મંદિર પાછળ શ્રીજી આર્કેડ માં આવેલ કમલેશભાઈ હેરુવાલા કન્સલ્ટિંગ કરી રહ્યા છે. જેમની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે સાગર હરેશભાઈ બનાવવાળા નામનો યુવક નોકરી કરે છે. જેમાં લાભ પેટ્રોલ પંપ દ્વારા દર માસે ભરવાની થતી વેટની રકમ અગાઉ સેલ્સટેક્સ ઓફિસના નામનો ચેક આપતા હતા.જેથી સાગર તેઓને ચલણ મોકલી દેતો હતો. જોકે વર્ષ 2016- 17 થી ચલણ ઓનલાઇન ભરવાના થતા સાગર ના કહેવાથી પેટ્રોલ પમ્પ ના મેનેજર દ્વારા ડીસાની એસ.બી.આઈ.માં ખાતું ખોલાવ્યું હતું. પરંતુ સાગરે તેમને જણાવેલ કે એસબીઆઇના એકાઉન્ટમાં થી લોગીન પાસવર્ડ ખુલતા નથી જેથી તમે દર મહિને મને રોકડા પૈસા મોકલાવી દેજો હું તમારા વેટ અને ઇન્કમટેક્સ ના નાણાં ભરી દઈશ .જેથી તેઓ દર મહિને સાગરને નાણાં મોકલતા હતા અને ત્યારબાદ સાગર પણ ચલણ ભરીને રસીદ મોકલાવી દેતો હતો. જોકે સેલ ટેક્સ વિભાગ તરફથી લાભ પેટ્રોલ પંપને વર્ષ 2016- 17 થી વર્ષ 2020- 21 ના વેટના નાણાં ભરવાના બાકી હોવાની નોટીસ મોકલવામાં આવતા તેઓએ તપાસ કરતાં સાગરે જણાવેલ કે હું એક સપ્તાહમાં તમારા પૈસા ભરી દઇશ. જોકે ત્યારબાદ પણ પૈસા ભરાતા પેટ્રોલ પંપ નું એકાઉન્ટ સેલ ટેક્સ વિભાગ દ્વારા બંધ કરી દેવાયું હતું. જેથી સમગ્ર મામલામાં છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં  સેલટેક્સ કચેરીમાં તપાસ કરતા સાગરે વેટના અને ઇન્કમટેક્સ નાણાં જમા કરાવી ખોટા ચલણ બનાવી ખોટા ચલણોનો ખરા તરીકે ઉપયોગ કરી પેટ્રોલપમ્પના માલિકો સાથે છેતરપિંડી આચરી હતી. બાબતે પેટ્રોલ પંપના માલિકે અન્ય લોકોને પણ પૂછતા બનાસકાંઠા લગભગ પાંચ જેટલા પેટ્રોલપંપના માલિકો સાથે રીતે કુલ રૂ.3.46 કરોડની  છેતરપિંડી  સાગર બનાવાલા કરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે લાભ પેટ્રોલ પંપના મેનેજર કરસનભાઈ વેલાભાઇ ચૌધરી એકાઉન્ટન્ટ સાગર હરેશભાઈ બનાવાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાગર ની તાત્કાલિક અટકાયત કરી છે અને ગુન્હાઓમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કઈ રીતે છેતરપીંડી આચારી છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે અંગે ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે પેટ્રોલપંપ માલિકો સાથે છેતરપીંડી કરનાર આરોપી ની અટકાયત કરાઈ છે જેની વધુ તપાસ ચાલુ છે .

Download Our B K News Today App



Related News