ડીસામાં આરોગ્ય તેમજ નગરપાલિકાની સયુંકત ટિમ દ્વારા ખાણી-પીણીની દુકાનો પર તપાસ હાથ ધરાઈ દુકાનો પર ગંદકી દેખાતા દંડ વસુલવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 12:17:38
  • Views : 257
  • Modified Date : 2021-09-23 12:17:38

     આજરોજ ડીસાના જલારામ મંદિરની સામે આરોગ્યની ટિમ તેમજ નગરપાલિકાની સયુંકત ટિમ દ્વારા ખાણી પીણીની દુકાનોમાં  તપાસ હાથ ધરી હતી જેમાં ગંદકી તેમજ સફાઈ નો અભાવ ધરાવતા દુકાન ચાલકો પર દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.ચોમાસાની શરૂઆત થતા રોગચાળો માથું ઉચકતો હોય છે.ત્યારે ડીસામાં પણ ચોમાસામાં રોગચાળા માથું ઊંચક્યું છે.ખાસ કરીને ખાણી પીણી ની વસ્તુ લોકો આરોગતા હોવાથી અનેક બીમારીઓ સામે આવતી હોવાની બુમરાડ ઉઠવા પામી હતી.તેના ભાગરૂપે આજે જિલ્લા આરોગ્ય મદદનિશ અધિકારી ડો.જીગ્નેશ હરિયાણી તેમજ ડો.કે.પી દેલવાડિયાની સૂચના અનુસાર આરોગ્યની ટિમ તેમજ નગરપાલિકાની  સયુંકત ટિમ દ્વારા જલારામ મંદિર પાસે આવેલ ખાણી પીની ની દુકાને તપાસ હાથ ધરી હતી જેમાં સફાઇ નો અફાવ ગંદકી ધરાવતા દુકાનદારોને દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. અંગે આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ રોગચાળાને અટકાવવા માટે ડીસા શહેરમાં અન્ય જગ્યા ઉપર તપાસ હાથ ધરી દંડકીય કાર્યવાહી કરવામાં આવશે જેનાથી આવનારા સમયમાં જે રોગચાળો વધવાની ભીતિ છે તેનાથી લોકોને બચાવી શકાય.

Download Our B K News Today App



Related News