ડીસામાં એક દંપતીને માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સ દ્વારા મારમારી રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:51:59
  • Views : 318
  • Modified Date : 2022-01-17 12:51:59

ડીસામાં એક દંપતીને માતાજીના સ્વાંગમાં આવેલા શખ્સ દ્વારા મારમારી રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા

માતાજીના સ્વાગમાં આવેલા સક્ષસે દમપ્તિ ને માર મારી ૧૦ હજાર ની રોકડ લૂંટ કરી ફરાર

 

ડીસા માં કાયદો અને વ્યવસ્થા ની સ્થતી કથળી છે જેમાં પણ ચોરી મારામારી અને લૂંટ ની  ઘટનાઓ સરેઆમ બની રહી છે ત્યારે  આજે ડીસા માં પણ એક દમપ્તિ ને માતાજી ના સ્વાગમાં આવેલા સક્સ દ્વારા માર મારી રોકડ ની લૂંટ કરતા આ  મામલે પીડિત દમપ્તિ ફરિયાદ નોંધવવા માટે પોલીસ મથક પહોંચ્યું હતું

 

આ સમગ્ર બનાવની વિગત જોતા મૂળ માણેકપુરા ખાતે રહેતા અને ખેતી કામ કરતા ઠાકોર ચતરાજી બચુજી ઠાકોર અને તેમના પત્ની  પાર્વતીબેન  ચતરાજી ઠાકોર આગઠલા ખાતે રહેતા તેમના સસરા ને ત્યાં જવા માટે નીકળ્યા હતા અને ડીસા બજાર વિસ્તાર માં હતા તે દરમિયાન માતાજી ના સ્વાગમાં આવેલા સક્સ દ્વારા પૈસા માંગતા આ દમપ્તિ અને ૨૦ રૂપિયા આપેલ જોકે તે દરમિયાન આ દમપ્તિ ના ખીસા માં વધુ રકમ પણ હતી જોકે  બાદ માં આ દમપ્તિ રિક્ષા મારફત ગાયત્રી મન્દિર તરફ જતા રસ્તા માં આ માતાજી ના સ્વાગમાં આવેલા સક્સ દ્વારા રીક્ષા રોકાવી  હતી અને કહેવા લાગેલ કે તમે કોણ છો તમે  પતિ પત્ની નથી તેમ કહી માર મારવા લાગેલ તે   દરમિયાન અન્ય લોકો પણ ભેગા થયેલા અને માતાજી ના સ્વાગમાં આવેલા સક્સ દ્વારા  દમપ્તિ પાસે રાખેલા ૧૦ હજાર ની રોકડ પણ માર મારી લૂંટી લીધેલ અને ફરાર થઈ ગયેલ બનાવ ના પગલે આ દમપ્તિ ઘભરાઈ ગયેલ અને  આ બાબત ની ફરિયાદ કરવા ઉત્તર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધવવા ની  તજવીજ  હાથ ધરેલ છે.આ બાબતે પીડિત એવા ચતરાજી ઠાકોરે જણાવ્યું હતું કે હું અને મારી પત્ની બન્ને આજે આગઠલા ખાતે મારા સાસુ ને ૧૫ હજાર  રૂપિયા આપવા નીકળ્યા હતા અને ડીસા બજાર માં એક માતાજી એ આવી પૈસા માંગતા મારી પત્ની એ ૨૦ રૂપિયા આપવા માટે પાકિટ કાઢેલ તેમાં અન્ય ૧૦ હજાર રૂપિયા હતા જોકે બાદ માં અમે રીક્ષા મારફત જતા હતા તે દરમિયાન આ સક્સ રીક્ષા રોકાવી અમને કહેલ કે તમે પતિ પત્ની નથી ,તેવો આક્ષેપ કરી હોબાળો કરતા અન્ય લોકો પણ ભેગા થતા અમને માર મરેલો અને આ માતાજી જેવા લાગતા સક્સ મારી પત્ની પાસે થી ૧૦ હજાર રોકડ લૂંટી લીધેલ જોકે આ ઝપાઝપી માં  મારી પત્ની ના ગળામાં રાખેલ સોનાનો ઓમ પણ પડી ગયેલ. અને આ બાબતે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધવવા માટે પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા.

Download Our B K News Today App



Related News