ડીસાના સુંથીયા ગામમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર ટુંપો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર:પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-04 11:40:19
  • Views : 424
  • Modified Date : 2022-04-04 11:40:19

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને લોકો આજે પ્રેમ પ્રકરણમાં અથવા તો કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા જેવી ઘટના તરફ વળી રહ્યા છે ખાસ કરીને આજે લોકો નજીવી બાબતમાં પણ આવેશમાં આવી જઈ આત્મહત્યા જેવી ઘટના તરફ જોવા મળી રહ્યા છે ત્યારે વારંવાર આત્મહત્યાની ઘટના ઓ ને લઇ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા તાલુકાના સુથીયા ગામે પણ બે પ્રેમી પંખીડાઓએ ઝાડ પર દોરડા વડે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી આ સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ તેના પરિવારને કરી હતી જે બાદ સમગ્ર મામલે આત્મહત્યા કરનાર યુવક યુવતીના પરિવારે પોલીસ મથકને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જે બાદ સ્થળ પર પોલીસ આવતા આ બંને યુવક યુવતીઓએ પ્રેમમાં  આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હાલ તો આ બંને યુવક-યુવતીની લાશનો કબજો મેળવી કયા કારણોસર આ બંને યુવતીઓએ આત્મહત્યા જેવી ગુનાહિત ઘટનાને અંજામ આપે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News