ડાવસ ગામમાં સહયોગ સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ભરતીયોના અનુસંધાને ભાઈઓ તથા બહેનોમાં ઉત્સાહ વધે તે હેતુથી લાંબી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-06 14:55:03
  • Views : 219
  • Modified Date : 2021-12-06 14:55:03

 

સહયોગ સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ડાવસ ગ્રામપંચાયતના સહકારથી પોલીસ, જી.ડી.કોસ્ટેબલ અને પી.એસ.આઈ તેમજ લશ્કરી ભરતીઓના પ્રેકટીકલમાં ડાવસ ગામના યુવાન-યુવતીઓને ઉત્સાહ પ્રેરણા મળે તે હેતુથી  લાંબી દોડનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનુક્રમે 1 થી 3 નંબર ભાઈઓ તથા બહેનોને આપવામાં આવ્યા હતા  તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓમાં નવું બળ આપવા માટે ડાવસ ગામમાં ડીસા રૂરલ પી.આઈ. એમ. જે.ચૌધરી દ્વારા કઈ રીતે ભરતી પાસ કરવી તે અંગે વિગતવાર માહિતી આપી વિધ્યાર્થીઓ અને વાલીઓને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું . તેમજ જાગૃતી મેનેજીંગ ટ્રસ્ટી અશ્વીનભાઈ પરમારે પણ પરિક્ષાલક્ષી સુંદર માર્ગદર્શન આપી વિધ્યાર્થી અને વાલીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું  તેમજ આર્મીમેન રશીકજી પોપટજી મેસરા તથા તેમની ટીમ દ્વારા દોડનું સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું , જ્યારે સહયોગ સેવા સંસ્થાન અને ચેરીટેબલ ટ્રસ્ટ, સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યઓ, શાળાના શિક્ષણગણ,આગેવાનો  ગામના યુવાનો દાતાઓ અને સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા બદલ છેલ્લા કેટલાય સમયથી સખત પરીશ્રમ કરનાર યુવાદોસ્તો ને ખૂબ ખૂબ અભીનંદન આપવામાં આવ્યા હતા.

                  

Download Our B K News Today App



Related News