દાંતીવાડા કોલોનીમાં માદા વાનરને કરંટ લાગતા મોત નીપજ્યું.તેના બચ્ચાનો પ્રેમ જોઈ સૌ કોઈની આંખોમાં આંસુ આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-22 12:08:07
  • Views : 299
  • Modified Date : 2022-01-22 12:08:07

 

દુનિયામાં આજે જો કોઈનો પ્રેમ નિ:સ્વાર્થ રહ્યો હોય તો છે માતાનો પ્રેમ. એક માતાનો પ્રેમ જેટલો ઉંડો અને સાચો હોય છે તેટલો કોઈનો નથી હોતો. માં ગમે તે પરિસ્થિતિમાં પણ એક માઁ રહે છે. બાળકોને જ્યાં સુધી મમ્મી ઘરમાં હોય ત્યાં સુધી કોઈ વાતની ચિંતા કે બીક નથી હોતી. એક માઁ પોતાના બાળકને સમજે છે કદાચ એક પિતા પણ નથી સમજી શકતા. આજે પરિસ્થિતિ મનુષ્યજીવન કરતાં પણ વધારે પ્રાણીઓમાં જોવા મળી રહ્યું છે. આજે પણ મનુષ્ય જીવનની જેમ પ્રાણીઓમાં માદા અને બચ્ચાઓમાં પ્રેમ જોવા મળે છે.મોટા ભાગે મનુષ્યની જેમ આજે વાનરોમાં પ્રેમ જોવા મળતો હોય છે.

 

- દાંતીવાડા કોલોનીમાં બની કરુણ ઘટના

 

   બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ યુનિવર્સિટી કોલોનીના એક ગેટની બાજુમાં આવેલા વીજ પોલ પર એક માદા વાનર તેના બચ્ચા સાથે બેઠી હતી ત્યારે અચાનક વીજકરંટ લાગ્યો હતો.જેથી તે નીચે પોતાના બચ્ચા સાથે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ઘટનામાં માદા વાનરના બચ્ચાને પણ કરંટ લાગતા જીવદયાપ્રેમી હિમાલયકુમાર માલોતરિયા સહિતનાઓ દ્વારા તાત્કાલિક સારવાર આપતા જીવ બચી ગયો હતો.

 

- માદા વાનરની દફનવિધિમાં લોકોની આંખોમાં આંશુ આવ્યા

 

  આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે નાનપણથી જે માતાએ પોતાનો વિચાર કર્યા વગર દિવસ રાત પોતાના બાળકને મોટું કરવા માટે સમય નીકળ્યો હોય છે તે બાળકો મોટા થઈને પોતાની માતાને પોતાનાથી અલગ કરતા હોય છે. તમામ લોકો માટે પ્રેરણારૂપ ઘટના દાંતીવાડા કોલોનીમાં બની હાતી. જેમાં વીજકરંટથી માદા વાનરનું મોત નિપજ્યા બાદ જે દશ્યો જોવા મળ્યા તે સૌ કોઈની આંખોમાં આંશુ સારે તેવી ઘટના જોવા મળી હતી. જ્યારે માદા વાનર વીજ કરંટથી મોતને ભેટ છે ત્યારે તેના દફનવિધિ માટે લઈ જવામાં આવી રહી હતી. ત્યારે બચ્ચું તેની માને છોડતું હતું અને ચિચિયારી પાડતું હતું. દ્રશ્ય જોઈને લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.અને જે લોકોની માતા દુનિયામાં નથી તેની સુ સ્થિતિ થાય છે તેની યાદ અપાવી હતી.બાદમાં વાનરનું બચ્ચું તેની માતાને ભૂલી જાય તે માટે જીવ દયા પ્રેમીઓ પોતાના ત્યાંથી ટેડી બિયર લાવીને આપતા વાનરનું બચ્ચું તેને પોતાની માં સમજી ને વળગી રહ્યું હતું નિર્જીવ રમકડા માં પોતાની માતાને શોધવાનો પ્રયાસ કરતો જોઈ લોકો રોઈ પડ્યાં હતાં. ઘટના બાદ ચોક્કસથી કહી શકાય કે આજે મનુષ્યજીવન કરતા પ્રાણીઓમાં માતા નો સાચો પ્રેમ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી કોલોનીમાં જે ઘટના બની તેને જોતાં ચોક્કસથી કહી શકાય કે માતા વિનાની જિંદગી અધુરી હોય છે.

 

Download Our B K News Today App



Related News