બનાસકાંઠાના ડાલવાણા ગામે મુસ્લિમ બિરાદરોએ મંદિરે રોઝા ખોલ્યા તો હિંદુઓ ભાઈઓએ મહેમાન નવાઝી કરી કોમી એકતાના દર્શન કરાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 10:56:09
  • Views : 285
  • Modified Date : 2022-04-12 10:56:09

હાલના સાંપ્રત સમયમાં કોમવાદ, નાત-જાત ના નામે વાદવિવાદો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું એક ગામ એવું પણ છે કે, જ્યાં કયારેય કોમવાદનો પ્રશ્ન ઉભો થયો જ નથી. અને અન્ય લોકોએ પણ આ ગામ પાસેથી કોમી એકતા ના પાઠ ભણવા જેવા છે. આ ગામમાં હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સમુદાય ના પવિત્ર રમઝાન માસમાં ડાલવાણા ગામના હિંદુ મંદિરોનું સંચાલન કરતા  ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામપંચાયત દ્વારા ગામના મુસ્લિમ બિરાદરો ને ગામમાં આવેલા પ્રસિદ્ધ વારંદા વિર મહારાજના મંદિરે રોઝા ખોલાવી ગામમાં ચાલી આવતી કોમીએકતા ને વધુ મજબૂત બનાવવાનો એક આવરકર દાયક કાર્યક્રમ યોજાયો હતો.

દેશ અને રાજ્યમાં હાલમાં કોમી માહોલ સર્વે લોકો જાણે છે. હાલમાં કોમવાદ એ એક વોટબેંક નો વિષય બની ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું એવું પણ ગામ છે જ્યાં કોમીએકતા વર્ષો થી અકબંધ છે. આ ગામનું નામ ડાલવાણા છે. જ્યાં હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એક અને નેક રહ્યા છે. આ ગામમાં હિંદુ અને મુસલમાન ની એકતા માટે એક ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું ગામ છે. આ ગામમાં હિંદુઓના તહેવારોમાં મુસ્લિમ બિરાદરો ખડે પગે હોય છે. તો મુસ્લિમો ના તહેવારો માં હિંદુઓ પણ પાછળ રહેતા નથી. આ ગામમાં કોમીએકતા એવા દર્શન થાય છે કે, લોકો માટે ભાઈચાર નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. આ ગામમાં મોહરમ અને નવરાત્રી નો પ્રસંગ એક સાથે હોય તો પણ ગામમાં સુમેળ ભર્યા વાતાવરણમાં એક બીજાને મદદરૂપ થઇ હર્ષોલ્લાસ સાથે પ્રસંગો ઉજવે છે. માટે જ આ ગામે એક પ્રેરણાદાયી ગામ તરીકેની ઓળખ ઉભી કરે છે. તો ગામમા વધુ એક પ્રેરણાદાયી કાર્યક્રમ થયો હતો. જેમાં ગામાના હિંદુ મંદિરો ના સંચાલન માટે કાર્યરત શ્રી ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટ અને ડાલવાણા ગ્રામપંચાયત સરપંચ ભૂપતસિંહ હડિયોલ દ્વારા ગામના મુસ્લિમ બિરાદરો ને ગામના પ્રસિદ્ધ શ્રી વારંદા વિર મહારાજ ના મંદિરે પવિત્ર રમઝાન માસમાં રોઝા ખોલાવવા ના કાર્યક્રમ નું આયોજમ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડગામ ના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, સામાજિક અગ્રણી, હયાતખાન બિહારી,  સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના મુસ્લિમ બિરાદરો અને હિંદુઓ એક સાથે ઉપસ્થિત રહી ગામના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

 

ડાલવાણા ગામમાં 100 થી પણ વધુ મુસ્લિમ બિરાદરોએ ગામના વારંદા વિર મહારાજ ના મંદિરે રોઝા ખોલ્યા હતા અને મંદિર પરિસરમાં જ નમાઝ અદા કરી હતી.વર્ષો થી ડાલવાણા ગામે કોમી એકતા થી  હિંદુઓ ના તેમજ મુશ્લીમો ના તહેવાર ઉજવવામાં આવે છે...

Download Our B K News Today App



Related News