કોરોના કાળમાં ઘણા વ્યવસાયોમાં વધારા ઘટાડા પરંતુ જમીનોના દસ્તાવેજની સંખ્યામાં કોઇ જ ફર્ક નહીં કોરોનાની મંદીમાં વચ્ચે પણ પાટનગરમાં એક જ વર્ષમાં ૩૨,૪૨૭ દસ્તાવેજ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:14:59
  • Views : 271
  • Modified Date : 2021-07-08 12:14:59

કોરોનામાં મધ્યમવર્ગને ભારે મુશ્કેલી સામનો કરવો પડ્યો. આર્થિક મંદીના કારણે હજી પણ બજારમાં તેજી જાેવા નથી મળી રહી. પરંતુ કોરોના સમયમાં જમીનોનાદસ્તાવેજની સંખ્યામાં કોઇ જ ફર્ક પડ્યો નથી. રાજ્યમાં કોરોના કાળમાં ઘણા વ્યવસાયોમાં વધારા ઘટાડા જાેવા મળ્યો હતા. સબ રજિસ્ટ્રાર કચેરીના મળેલા આંકડા પ્રમાણે માત્ર ૩૨ દસ્તાવેજાે એક વર્ષમાં ઓછા થયા છે. કોરોના પહેલા અને કોરોના બાદ પણ એટલી જ સંખ્યામાં માલ, મિલકતના દસ્તાવેજાે થઇ રહ્યા છે. જેટલા પહેલા થતા હતા. સબ રજિસ્ટ્રાર કચેરીના મળેલા આંકડા પ્રમાણે ૧ એપ્રિલ ૨૦૧૯થી લઈને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ૩૨,૪૫૯ દસ્તાવેજાે થયા હતા. જે ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૩૨,૪૨૭ થયા હતા. એટલે કે, માત્ર ૩૨ દસ્તાવેજાે કોરોનાના એક વર્ષમાં ઓછા થયા છે. સબ રજિસ્ટ્રાર કચેરી પાસેથી મળેલા આંકડાને જાેતા કોરોના પહેલાના અને પછીના વર્ષમાં ૩૨ હજારથી વધુ જ દસ્તાવેજ થયા છે.


- કોરોનાની બીજી લહેરમાં પણ દસ્તાવેજ થયા

એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે ૩,૮૩૭ દસ્તાવેજાે થયા હતા. તેમાં પણ બાનાખતના ૮૧૭ દસ્તાવેજાે થયા છે, જ્યારે ગીરવે મુકેલી મિલ્કતનું ફેર માલિકી ફેર-ખતના ૨૧૪ દસ્તાવેજાે થયા છે. સૌથી વધુ ૮૧૭ દસ્તાવેજાે મકાનોના થયા છે.

 

- સૌથી વધુ દસ્તાવેજ આ વિસ્તારોમાં

કુડાસણ, સરગાસણ, રાંધેજા, રાયસણ, રાંદેસણ શાહપુર વિસ્તારો એવા વિસ્તારો છે કે, જેમાં મકાનોના ૪૦%  જેટલા દસ્તાવેજાે ગાંધીનગર મનપા વિસ્તારમાં થાય છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયમાં આ વિસ્તારોમાં સૌથી વધુ દસ્તાવેજાે થઈ રહ્યા છે.

 

- દસ્તાવેજમાં કોઈ ઘટાડો નહીં ઃ સબ રજિસ્ટ્રાર ભરત પ્રજાપતિ

સબ રજિસ્ટ્રાર ભરત પ્રજાપતિના કહ્યા મુજબ દસ્તાવેજમાં કોઈ ઘટાડો નથી થયો. જમીન, મકાનોની લેવાલી, વેચવાલીમાં કોઈ જ વધુ ફર્ક જાેવા મળ્યો નથી. વાર પ્રમાણે મકાનોના એરિયાને ધ્યાનમાં રાખી ૧૫ હજારથી ૪૫ હજારના ભાવ ચાલે છે જે સ્ટેબલ જ છે.

Download Our B K News Today App



Related News