ઇઝરાયલ દુનિયાનો પ્રથમ એવો દેશ જે 85% જનસંખ્યાને વેક્સિન આપી ચૂક્યો; સાત દિવસમાં 6 લાખ બાળકોને પણ વેક્સિન અપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-16 16:56:47
  • Views : 319
  • Modified Date : 2021-06-16 16:56:47

    કોરોનાના સમયમાં ઇઝરાયલ દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જ્યાં હવે ઇનડોર (બંધ સ્થાનો)માં પણ માસ્ક પહેરવું જરૂરી નથી. ત્યાનાં આરોગ્ય મંત્રાલયે આ પ્રતિબંધોને દૂર કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં ઘટતા કોરોનાના કેસને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇઝરાયલમાં આઉટડોરમાં માસ્ક પહેરવાની મુક્તિ પણ પહેલા જ આપી ચૂક્યું છે.હવે માત્ર કોરોનાની વેક્સિન નહીં લીધેલા કર્મચારીઓ અને વૃદ્ધાશ્રમમાં કામ કરતાં કાર્યકરોને ક માસ્ક પહેરવાની જરૂર રહેશે. આ સાથે જ વિમાન યાત્રા અને ક્વોરંટાઈન દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત જે લોકો હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં દાખલ છે તેમણે પણ માસ્ક પહેરવું પડશે.

    જો કે ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલયે સ્કૂલો માટે કોઈ નિર્દેશ આપ્યા નથી. રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશમાં ગયા સપ્તાહથી 12 થી 15 વર્ષના બાળકોને કોરોના વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 6 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3 લાખ 347 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 6,672 લોકો મૃત્યુ પામ્યા હતા. મોતનો આ આંક છેલ્લા 85 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 21 માર્ચે 6,298 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દુનિયામાં અત્યાર સુધીમાં 17.70 કરોડથી વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. જ્યારે 38.27 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.

    92 લાખની જનસંખ્યાવાળા ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 85% લોકોને વેક્સિન આપી ચૂક્યું છે. ઇઝરાયલ આવું કરનાર પ્રથમ દેશ બની ગયો છે. બીજી તરફ વર્તમાનમાં ઈઝરાયેલમાં કોરોનાના માત્ર 231 એક્ટિવ કેસ જ છે. અહીં 24 કલાકમાં માત્ર 11 કેસ નોંધાયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 15 થી 20 દિવસમાં ઇઝરાયલ કોરોનામુક્ત થઈ જશે. અહી આવતા પ્રવાસીઓએ પોતાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. છેલ્લા 50 દિવસમાં દુનિયામાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. WHOએ જણાવ્યુ હતું કે. 'કોરોનાના કરને થતાં મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.' આ માહિતી મહત્વની છે, કારણ કે છેલ્લા દોઢ વર્ષમાં પ્રથમ વખત સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ઘેબ્રેયેસસે આ જાણકારી આપી હતી.


Download Our B K News Today App



Related News