કાંકરેજ તાલુકાના દાતાઓના સહયોગથી "જય નારાયણ સેવા મંડળ"દ્વારા ઝુંપડપટ્ટીમાં કારીયાણાની કીટ અર્પણ કરાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-28 13:04:03
  • Views : 201
  • Modified Date : 2021-07-28 13:04:03

   કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં "જય નારાયણ સેવા મંડળ"દ્વારા અનેક ધાર્મિક સેવાકીય કાર્યો થતા રહ્યા છે. મંડળના દેવ પુરીહિતે જણાવ્યું હતું કે હું કાંકરેજના રૂની ગામથી ૨૦૦૭માં થરા ધંધાર્થે આવ્યો. દિવાળી ઉપર એક ગરીબને જોઈ મારા અંતરમાં દયા ઉભરાઈ આવી અને "જય નારાયણ સેવા મંડળ"ચાલુ કર્યું જેમાં જનક ઠક્કર,તુષાર સોની,વિષ્ણુ ગૌસ્વામી,હર્ષદ રામી (માળી)નો મને સાથ મળતા આ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ કાંકરેજ તાલુકા તથા તાણા અને થરા નગરના દાતાઓ દ્વારા તથા જન્મ દિવસ કે કોઈ સ્વર્ગસ્થ સ્નેહીજનોની તિથિ નિમિત્તે જે રકમ કે દાન આવે છે તે ફક્ત ને ફક્ત ગૌ સેવા અને માનવ સેવામાં  વાપરવામાં આવે છે.આજરોજ થરામાં દિયોદર રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છાપરામાં રહેતા ૩૦  ગરીબ પરિવારને કરિયાણાની કીટ આપવામાં આવી હતી.ગરીબ પરિવાર માટે કરિયાણાની એક કિટના ૫૦૦/- રૂપિયા રાખવામાં આવ્યા હતા જેમાં દાતાઓના સાથ સહકારથી આજે કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. "જય નારાયણ સેવા મંડળ"દ્વારા સહભાગી થવા ગૂગલ પે.૯૯૭૯૦ ૭૯૯૦૦ અને ફોન પે.૯૭૧૪૨ ૫૮૬૦૦ ઉપર ઓનલાઈન દ્વારા સેવાનો લાભ આપવા મંડળના કાર્યકરો વિનંતી કરે છે.

Download Our B K News Today App



Related News