સિદ્ધપુરમાં ધારાસભ્ય એ બે એમ્બ્યુલન્સ ફાળવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:32:03
  • Views : 255
  • Modified Date : 2021-05-22 11:32:03

    સિદ્ધપુર ખાતે સિદ્ધપુર શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ પ્રસંગે સિદ્ધપુર તાલુકામાં કોવિડ - 19 ના દર્દીઓને લાવવા અને લઈ જવાની સુવિધા માટે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાને લઈને નવીન ટાટા મેજીક એક્ક્ષપ્રેસ એમ્બ્યુલન્સની ખરીદી માટે રૂ. 8. 50 લાખ તેમની ગ્રાન્ટમાંથી ફાળવ્યા હતા તેમજ સિદ્ધપુર ખાતે આવેલ સિફા હોસ્પિટલને એમ્બ્યુલન્સની ખરીદી માટે રૂ. 8. 50 લાખ તેમજ ડીઝીટલ એક્ષરે મશીન માટે 5 લાખ મળી 13.5 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાં સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માંકનોજિયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દશરથભાઈ પટેલ, ઇબ્રાહીમભાઇ ચારોળીયા, બિપીનભાઈ દવે, અમરસિંહ ઠાકોર સહીત આગેવાનો ઉપસ્થિત રહી સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Download Our B K News Today App



Related News