બનાસકાંઠા જિલ્લા કોરોના વાયરસની મહામારી વચ્ચે ચંડીસરની 108 એમ્બ્યુલન્સ વાનમાં માતાની અનોખી સેવા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 12:47:25
  • Views : 325
  • Modified Date : 2021-05-05 12:47:25

     સમગ્ર દેશ અને રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો બીજો વેવ ચાલી રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખુબજ તેજીથી વધારો થઇ રહ્યો છે.ત્યારે આ મહામારી દરમિયાન કેટલાંક વોરિયર્સ કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહી પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરતા હોય છે.અને આવા કોરોના વોરિયર્સ પોતાના પરિવાર કે બાળકોની પરવા કર્યા વગર તેમનાથી દૂર રહી પોતાની સેવા બજાવી રહ્યા છે તેવા જ એક કોરોના વોરિયર્સ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચંડીસર 108 એમ્બ્યુલન્સ કેન્દ્ર પર  ફરજ બજાવતા મહિલા આરોગ્યકર્મી  જાહેદાબેન  સિપાઈ આજે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે સાબિત થઈ રહ્યા છે.



     ચંડીસર ગામે જાહેદાબેન પોતાની આઠ માસની માસુમ બાળાથી દૂર રહી 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે.મહત્ત્વની વાત એ છે કે જિલ્લામાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો તે સમયે જાયદા બેનની દિકરી 6 માસની જ હતી.પરંતુ જે પ્રમાણે દર્દીને પણ વોરિયર્સની મદદની જરુર હતી તેવા સમયે જાયદા બેને પોતાની બાળાને પોતાનાથી દૂર કરી અને પોતાની ફરજ પર હાજર થઈ ગયાં અત્યારે પણ તેઓ બાળા સહિત પરિવારથી દૂર રહી ઘરે ગયા વગર સતત 108માં સેવા આપી રહ્યા છે.અને જો પોતાની દીકરીને દેખવાની ઈચ્છા થાય તો દૂરથી જોઈને સંતોષ માની લેશે આ ઉપરાંત જો ઇમરજન્સી ન હોય તો દીકરીને સ્થળ ઉપર જ બોલાવીને કાળજી રાખીને  ફિડિંગ કરાવી દે છે અને સાચા અર્થમાં માની મમતાને ત્યાગીને કોરોના દર્દીઓની સેવા કરીને કોરોના વોરિયર્સની ભુમિકા ભજવી રહ્યાં છે ત્યારે  તેમના પતિ ઈમરાનભાઈ પણ પોતાની પત્ની જાહેદાબેનને આ મહામારી સમયે દેશસેવા કરવામાં મદદરૂપ થવા  સુરતમાં ખાનગી નોકરી છોડી 8 માસની માસૂમ બાળાને સંભાળવા ઘરે આવી ગયાં.ઈમરાનભાઈ કહી રહ્યાં છે કે અમારી દીકરી બહુ નાની છે કેટલીકવાર તેને તેની મમ્મીની યાદ આવે તો રડે છે  હું તેની મમ્મીને વિડીયો કોલ કરી બતાવી દઉં છું કાં તો  જો કોઇ કેસ ન હોય તો તેમના કેન્દ્રો પર લઈ જઈ દૂરથી દેખાડી દઉં છું.

   હાલમાં જે પ્રમાણે સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ ની મહામારી દિવસેને દિવસે લોકો ને મોત તરફ લઈ જઈ રહી છે ત્યારે આવા સમય લોકો કરતી પણ બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે ચંડીસર ગામે 108 એમ્બ્યુલન્સ વાનમાં કોરોના દર્દીઓ ને મદદરૂપ બની રહેલા જાહેદાબેનના પતિ ઇમરાનભાઈના પતિ હાલ પોતાની ૮ માસની દીકરીને માતાની જેમ સાચવી રહ્યા છે ખરેખર આવા લોકોને ધન્યવાદ છે કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાવાયરસ ની મહામારીમાં સેવા આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News