ડીસા તાલુકાના બોડાલ ગામે બિનહરિફ મહિલા સરપંચની વરણી થતા ગ્રામજનો તથા રાજ્યસભાના સાંસદ દ્વારા સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 12:11:28
  • Views : 420
  • Modified Date : 2021-12-07 12:11:28

 

ડીસા તાલુકાના બોડાલ ગામે બિનહરિફ સરપંચ ની વરણી થતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને દરેક ગામના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે સરપંચ પદની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આજે પણ ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં સરપંચ પદ માટે અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગામમાં પાંચ વર્ષ સુધી સારો વિકાસ થાય અને નાનામાં નાના વ્યક્તિનું સરળતાથી કામ થઈ શકે તે માટે આ વર્ષે અનેક ગામમાં લોકો બિનહરિફ સરપંચ ની વરણી કરી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના બોડાલ ગામે પણ મહિલા સરપંચ બિનહરીફ વરણી થતા ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા તાલુકાના બોડાલ ગામના નંદાબેન હેમજીજી સોલંકી આજે ગામમાં સરપંચ તરીકે બિનહરીફ વરણી થતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ નટુજી ઠાકોર આજે રહેતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત લેબજી ઠાકોર, સુખાજી સોલંકી, મદારજી ઠાકોર, જયંતિ સોલંકી સહિતના આગેવાનો દ્વારા બિનહરીફ બનેલા મહિલા સરપંચ નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ તરીકે નંદાબેન સોલંકી આગામી સમયમાં ગામ નો સારો વિકાસ કરે અને દરેક નાનામાં નાના વ્યક્તિના કામ કરે તેવી ગામલોકોએ શુભકામના પાઠવી હતી.

 

Download Our B K News Today App



Related News