થરાદ તાલુકાના ભુરિયા ગામે અગિયાર મુખી હનુમાનજીની 100ટનના એકજ પથ્થરમાંથી 31ફૂટની વિરાટ પ્રતિમા નિર્માણનું કામ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:03:23
  • Views : 470
  • Modified Date : 2021-10-11 12:03:23

  થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તારનું એકમાત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન આવેલ છે જ્યાં સંત ઘેવરદાસ  બાપુ દ્વારા દર શનિવારે સવા વર્ષ સુધી જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના અન્વયે આજે અડધી સદી સતત 50 મો સંગીતમાં સુંદરકાંડનો પાઠ કથાકાર વિષ્ણુ દાસ પીંપલી આશ્રમ રાધનપુર તથા સુપ્રસિદ્ધ ભજનીક લાલદાસ નજુપુરા દ્વારા રાગ રાગણીમા જૈન ભાવેશભાઈ અજમલજી કમાણી c/o ઓશિયા લુબ્રિકન્ટ પુનાના સૌજન્યથી યોજાયું આ પ્રસંગે દીપડા સરપંચ બીજલાજી ભાંડ ,શામલદાસ તથા ગ્રામજનો પૂનાથી ગૌતમભાઈ, કીરણભાઈ તથાગણમાન્ય લોકો એ હાજરી આપી ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો નવરાત્રિના શુભ સમયમાં અગિયાર મુખી હનુમાનજી ની ૩૧ ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા નિર્માણ માટે પાયાનું કામ કાજ શરૂ કરવામાં આવ્યું હનુમાનજીના ભક્તજનોમાં ખુશીનો માહોલ છવાયો છે અહીં દર શનિવારે સુંદરકાંડના સમય પહેલા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે પરચાધારી 11મુખી હનુમાન દાદાના પરચાઓની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે.

Download Our B K News Today App



Related News