ભોંયણ ગામે તસ્કરોનો તરખાટ, 2 દુકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:14:22
  • Views : 250
  • Modified Date : 2022-07-30 11:14:22

 

ડીસા તાલુકાના ભોયણ ગામે રાત્રિના સમયે બે દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.વહેલી સવારે ચોરી અંગે જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે . . .

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા તાલુકામાં ચોર ટોળકી જાણે સક્રિય બની હોય તેમ એક બાદ એક મકાનો અને વાહનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ચોરો હવે તો રાત્રિનો સમય હોય કે પછી દિવસનો સમય કોઈપણ સમયે મકાન અને વાહનોની નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે પોલીસથી પણ હવે ચોરો જાણે ડરી રહ્યા હોય તેમ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા માં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારને છોડી હવે ચોર ટોળકી ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય બની છે, અને ચોર ટોળકી એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. તે દરમ્યાન ડીસા તાલુકાના ભોયણ ગામે અજાણ્યા તસ્કરોએ બે બંધ દુકાનો ને નિશાન બનાવી હતી. જય વીર એગ્રો અને આર.કે ક્લિનિક નું સતત તોડી અજાણા તસ્કરો બંધ દુકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ્યા હતા રોકડ તેમજ 20 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જે અંગે દુકાનના શટર તૂટેલી હાલતમાં જણાતા દુકાન માલિકો પોલીસને જાણ કરી હતી જે મામલે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News