ભીલડી ઉમિયાનગર સોસાયટી માં કાદવ કીચડમાં ચાલવા લોકો મજબુર બન્યા છે ચોમાસામાં ચાર માસ સોસાયટીમા પાણી ભરાઈ જતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-29 14:29:43
  • Views : 236
  • Modified Date : 2021-07-29 14:29:43

ડીસાના નવી ભીલડી ઉમિયાનગર  સોસાયટી તેમજ ભીલડી નાગરિક મંડળી અને બનાસ બેંક પણ આવેલી છે અને ૨૦૦થી  વધુ પરિવારો અહી વસવાટ કરે છે સોસાયટીના લોકો તેમજ ભીલડી નાગરિક મંડળી અને બનાસબેંકના ગ્રાહકો કાદવ કીચડમાં ચાલવા મજબુર બની રહ્યા છે તેમજ આ કાદવ કીચડ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ પણ મારી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. એક બાજુ ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે તેવી ભિતી સેવાઈ રહી છે.એક બાજુ બને બેન્કો આવેલી હોવાથી લોકો કાદવ કીચડમાં ચાલવા મજબુર બની રહ્યા છે.તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આ નિકાલ નહિ કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ રહી છે.

Download Our B K News Today App



Related News