ડીસાના ભાચરવા ગામે દલિત સમાજની સ્મશાનની જગ્યા પર કબ્જો કરાતા ગ્રામિણ મામલતદાર સહિત તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:54:10
  • Views : 302
  • Modified Date : 2022-07-21 11:54:10

 

છેલ્લા કેટલાક સમયથી સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર કબ્જો જમાવી દેવાના બનાવો દિનપ્રતિદિન બહાર આવી રહ્યા છે ત્યારે હવે ડીસા તાલુકાના ભાચરવા ગામે દલિત સમાજની સ્મશાન ભુમી પરની જગ્યા પર પણ કબ્જો જમાવી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે  ડીસા તાલુકાના ભાચરવા ગામે દલિત સમાજની સ્મશાન ભુમીની જગ્યા પર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ઉકાજી ધરમાજી ઠાકોર સહિત ડેપ્યુટી સરપંચ બચુજી ઉકાજી ઠાકોર અને જમીન દલાલ મોઘજી ઉકાજી ઠાકોર દ્વારા  કબ્જો જમાવી સ્મશાનની જગ્યા પર થાંભલા લગાવી દેવાતાં દલિત સમાજમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે આજે ભાચરવા ગામના દલિત સમાજના લોકો મોટીસંખ્યામાં એકત્રિત થઈ ડીસા તાલુકા પંચાયત કચેરી સહિત મામલતદાર કચેરી ખાતે ગ્રામિણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું ભાચરવા ગામે સરકાર દ્વારા દલિત સમાજને સ્મશાન માટે ફાળવવામાં આવી છે અને સરકાર દ્વારા સ્મશાન માટે દિવાલ પણ બનાવી આપેલ છે  જ્યારે સ્મશાન ભુમીમા દલિત સમાજના લોકો દ્વારા વુક્ષા રોપણ કરતાં હતાં તે દરમિયાન ડેપ્યુટી સરપંચ બચુજી ઉકાજી ઠાકોર અને મોઘજી ઉકાજી ઠાકોર  ઉકાજી ઠાકોર પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ  દ્વારા અપમાનિત શબ્દો બોલી સ્મશાન ભુમીની જગ્યા તમારી નથી  જો સ્મશાન ભુમીની જગ્યા પર કોઈ આવશો તો જાનથી મારી નાખવાની ઘમકીઓ આપવામાં આવી હતી   જે બાદમાં સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામિણ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને  ત્યારે તાત્કાલિક અસરથી સ્મશાનની જગ્યા પર દબાણો દૂર કરાવી અને ભાચરવા ગામના દલિત સમાજના લોકોને સ્મશાન ભુમીની જગ્યા પરત અપાવવામાં આવે તેવી રજુઆત સાથે દલિત સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી..

Download Our B K News Today App



Related News