હિંમતનગરમાં આવેલા બેરણાં ગામમાં મહાશિરાત્રીના દિવસે સવા મળ રૂ નો દીવો પ્રગટાવાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-07 17:20:01
  • Views : 86
  • Modified Date : 2024-03-07 17:20:01

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીના ભાગ રુપે સવા મણ રુનો ઘીનો દિવો કરવામાં આવે છે.વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીના દિવસે અહીં 25 કિલો રુ નો દિવો કરવામાં આવે છે. આ મંદિરમાં શિવરાત્રીના દિવસો મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે.બેરણાં ગામ પાસે આવેલા આ મંદિરની આસપાસ ચારેય બાજુ નાના ડુંગરો આવેલા છે. તેમજ અહીં ભગવાન શિવની 51 ફુટ ઉંચી પ્રતિમા આવેલી છે.શિવજીની 51 ફુટ ઉંચી પ્રતિમા સમક્ષ આ દિવો પ્રગટાવવામાં આવે છે. આ પ્રતિમા પર 1008 નાના શિવલિંગ આવેલા છે. આમ આવી એક માત્ર સહસ્ત્રલિંગ પ્રતિમા ગુજરાતમાં આવા વિશાળકદની તૈયાર કરવામાં આવી હતી.શિવરાત્રીના દિવસે બેરણાં ગામમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો દર્શન માટે આવે છે. તેમજ સવામણ રુના દિવામાં ઘી પૂરી આહુતિ આપે છે. 

Download Our B K News Today App



Related News